અપકમિંગ:23 સપ્ટેમ્બરે સેમસંગની ‘ગેલેક્સી અનપેક્ડ ફોર એવરી ફેન’ ઈવેન્ટ યોજાશે, ‘ગેલેક્સી S20 FE’ લોન્ચ થઈ શકે છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ‘ગેલેક્સી S20 FE’માં ટ્રિપલ રિઅર કેમેરા સેટએપ મળશે
 • ફોનનાં ક્લાઉડ નેવી અને ક્લાઉડ લવન્ડર કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે

સાઉથ કોરિયન ટેક કંપની સપ્ટેમ્બરમાં તેની એક ઈવેન્ટ યોજવા જઈ રહી છે. કંપની 23 સપ્ટેમ્બરે ‘ગેલેક્સી અનપેક્ડ ફોર એવરી ફેન’ ઈવેન્ટ યોજશે. કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

ઈવેન્ટ લાઈવ જોઈ શકાશે
કોરોનાકાળને ધ્યાનમાં રાખી કંપની આ ઈવેન્ટનું વર્ચ્યુઅલી આયોજન કરશે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પર ઈવેન્ટને 23 સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યાથી જોઈ શકાશે.

કઈ પ્રોડક્ટ લોન્ચ થશે
આ ઈવેન્ટમાં કંપની તેની આગામી પ્રોડક્ટ વિશે માહિતી આપી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈવેન્ટમાં સેમસંગ ‘ગેલેક્સી S20 લાઈટ’ અને સેમસંગ ‘ગેલેક્સી S20 FE’ સ્માર્ટફોન લોન્ચ થઈ શકે છે.

ગેલેક્સી S20 FEનાં સ્પેસિફિકેશન

 • આ ફોન ગત અઠવાડિયે જ સેમસંગની ફિલિપિન્સ સાઈટ પર લિસ્ટ થયો હતો. તે પ્રમાણે ફોનનાં ક્લાઉડ નેવી અને ક્લાઉડ લવન્ડર કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
 • સાઈટના લિસ્ટિંગ પ્રમાણે ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરશે. તેમાં 128GBનું સ્ટોરેજ મળશે. તેનાં LTE અને 5G એમ બંને વેરિઅન્ટ લોન્ચ થશે.
 • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફોનમાં 6.5 ઈંચની ફુલ HD સુપર AMOLED ડિસ્પ્લે મળશે. તેનો રિફ્રેશ રેટ 120Hz હોઈ શકે છે.
 • ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 અથવા એક્સીનોસ 990 પ્રોસેસરથી સજ્જ હોઈ શકે છે.
 • ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા મળી શકે છે.
 • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે.
 • સિક્યોરિટી માટે તેમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળી શકે છે.
 • સેમસંગના આ અપકમિંગ ફોનમાં 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 45000mAhની બેટરી મળી શકે છે.
 • ફોનની કિંમત 55 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
અન્ય સમાચારો પણ છે...