સેમસંગનું ‘ગેલેક્સી ટેબ A 8.4’ ટેબ્લેટ લોન્ચ થયું, 8MPનો રિઅર કેમેરા મળશે

Samsung's Galaxy Tab A 8.4 tablet launched, 8MP rear camera
X
Samsung's Galaxy Tab A 8.4 tablet launched, 8MP rear camera

  • ટેબ્લેટનું 3GB RAM અને 32GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થયું
  • ટેબ્લેટમાં 8MPનો રિઅર કેમેરા અને 5MPનો સેલ્ફી કેમેરા મળશે

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 02:36 PM IST

ગેજેટ ડેસ્ક: કોરિયન ટેક કંપની સેમસંગે ‘ગેલેક્સી ટેબ A 8.4’ (2020) ટેબ્લેટ લોન્ચ કર્યું છે. તેનાં નામ પરથી જ જાણી શકાય છે કે ટેબ્લેટમાં 8.4 ઈંચની ડિસ્પલે મળશે. તેનું રિઝોલ્યુશન 1920x1200 પિક્સલ છે. તેની કિંમત $280 (આશરે 21,000 રૂપિયા) છે. હાલ આ ટેબ્લેટને અમેરિકામાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. તેને ભારતમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

‘ગેલેક્સી ટેબ A 8.4’ (2020) ટેબ્લેટનાં બેઝિક સ્પેસિફિકેશન

  • આ ટેબ્લેટમાં 8.4 ઈંચની ડિસ્પલે મળશે. તેનું રિઝોલ્યુશન 1920x1200 પિક્સલ છે.
  • ટેબ્લેટમાં ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.
  • તેનું 3GB RAM અને 32GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થયું છે. ટેબ્લેટની મેમરીને 512GB સુધી એકસ્પાન્ડ કરી શકાય છે.
  • ટેબ્લેટમાં 8MPનો રિઅર કેમેરા અને 5MPનો સેલ્ફી કેમેરા મળશે.
  • તેમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 99 કલાક સુધી મ્યૂઝિક, 12 કલાકનું વીડિયો બેકઅપ અને 11 કલાક સુધીનો ઈન્ટરનેટ યુસેઝ ટાઈમ આપે છે.
  • કનેક્ટિવિટી માટે ટેબ્લેટમાં વાઈફાઈ, બ્લુટૂથ v5.0, USB 2.0 અને 3.5mmનો ઓડિયોજેક આપવામાં આવ્યો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી