સેમસંગના ‘ગેલેક્સી M21’ સ્માર્ટફોનનું વેચાણ શરૂ, પ્રારંભિક કિંમત 12,999 રૂપિયા

Samsung's Galaxy M21 smartphone starts selling, starting at Rs 12,999
X
Samsung's Galaxy M21 smartphone starts selling, starting at Rs 12,999

  • કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ઈ-કોમર્સ સાઈટ એમેઝોન પરથી ફોનની ખરીદી કરી શકાશે
  • ફોનનાં બ્લેક અને બ્લૂ કલર વેરિઅન્ટ ઉપલબ્ધ છે
  • ફોનમાં 48MPના પ્રાઈમરી કેમેરા સાથે ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે
  • ફોનમાં વન UI 2.0 બેઝ્ડ એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને એક્સીનોસ 9611 પ્રોસેસર મળશે

દિવ્ય ભાસ્કર

Mar 23, 2020, 10:37 AM IST

ગેજેટ ડેસ્ક: સાઉથ કોરિયન કંપની સેમસંગના લેટેસ્ટ સ્માર્ટફોન ‘ગેલેક્સી M21’નું વેચાણ ભારતમાં શરૂ થયું છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ઈ-કોમર્સ સાઈટ એમેઝોન પર સોમવારે બપોરે 12 વાગ્યાથી સેલ શરૂ થયો છે. ફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા છે. ફોનનાં 4GB+64GB  6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફોનનાં બ્લેક અને બ્લૂ કલર વેરિઅન્ટ ઉપલબ્ધ છે. ફોનમાં 48MPના પ્રાઈમરી કેમેરા સાથે ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે.

‘સેમસંગ M21’નાં બેઝિક ફીચર

સિક્યોરિટી માટે ફોનની બેક પેનલમાં ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

ફોન ડોલ્બી સાઉન્ડ અને 4K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે.

કિંમત અને વેરિઅન્ટ

4GB+64GB: 12,999 રૂપિયા

6GB+128GB: 14,999 રૂપિયા

 ‘સેમસંગ M21’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ 6.4 ઈંચ
ડિસ્પ્લેટાઈપ ફુલ HD+ 1080x2340 પિક્સલ, ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન
OS વન UI 2.0 બેઝ્ડ એન્ડ્રોઇડ 10
પ્રોસેસર એક્સીનોસ 9611
રિઅર કેમેરા 48MP(પ્રાઈમરી)+8MP(અલ્ટ્રા-વાઈડ એન્ગલ)+5MP(ડેપ્થ સેન્સર)
ફ્રન્ટ કેમેરા

20MP

રેમ

4GB/6GB

સ્ટોરેજ

64GB/128GB એક્સપાન્ડેબલ 512GB

બેટરી

6,000mAh વિથ 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ

વજન

188 ગ્રામ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી