તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Samsung's 'Galaxy F62' Smartphone Will Get Exynos 9825 SoC Processor, Find Out What Specifications The Phone Will Be Equipped With

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપકમિંગ:સેમસંગના ‘ગેલેક્સી F62’ સ્માર્ટફોનમાં એક્સીનોસ 9825 SoC પ્રોસેસર મળશે, જાણો ફોન કયા સ્પેસિફિકેશનથી સજ્જ હશે

2 મહિનો પહેલા
 • આ સ્માર્ટફોનમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે
 • સ્માર્ટફોનમાં જમ્બો 7000mAhની બેટરી મળી શકે છે

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ મિડ ફેબ્રુઆરીમાં ‘ગેલેક્સી F62’સ્માર્ટફોન લોન્ચ કરશે. કંપનીએ સ્માર્ટફોનનું ટીઝર પેજ ફ્લિપકાર્ટ પર રિલીઝ કર્યું છે. તે પ્રમાણે, કંપની આ સ્માર્ટફોનમાં પોતાનું ઈનહાઉસ પ્રોસેસર એક્સીનોસ 9825SoC આપશે. આ પ્રોસેસર 7nm પ્રોસેસ બેઝ્ડ છે. ફ્લિપકાર્ટના ટીઝરમાં ફોનની ફ્રન્ટ અને બેક પેનલ જોવા મળે છે. તે પ્રમાણે ફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ મળશે.

સેમસંગ ગેલેક્સી F62:કિંમત અને ઉપલબ્ધતા
કંપનીએ આ અપકમિંગ સ્માર્ટફોનની કિંમત વિશે પહેલાંથી ખુલાસો કર્યો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, ફોનની કિંમત 20,000 રૂપિયાથી લઈને 25,000 રૂપિયા સુધીની હશે. ફોનનું લોન્ચિંગ 15 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે થશે.

સેમસંગ ગેલેક્સી F62નાં બેઝિક સ્પેસિફિકેશન

 • ફ્લિપકાર્ટના ટીઝર પેજ પ્રમાણે, Fસિરીઝના આ અપકમિંગ સ્માર્ટફોનમાં 7nm ઓક્ટાકોર એક્સીનોસ 9825 SoC પ્રોસેસર મળશે. તેને બેન્ચમાર્ક સાઈટ AnTuTu તરફથી 4,52,000 અને ગીકબેન્ચ તરફથી 2400 સ્કોર મળ્યો છે.
 • કંપનીનો દાવો છે કે આ પ્રોસેસરથી સજ્જ સૌથી ફાસ્ટેટ સ્માર્ટફોન છે.
 • લીક મીડિયા રિપોર્ટ પ્રમાણે, અપકમિંગ સ્માર્ટફોનમાં 64MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળશે.
 • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
 • ફોનમાં એન્ડ્રોઈડ 11 બેઝ્ડ one UI ઓપરેટિંગ સિસ્ટમ મળી શકે છે.
 • F સિરીઝના આ અપકમિંગ ફોનમાં 6.7 ઈંચની AMOLED ડિસ્પ્લે મળી શકે છે.
 • આ સ્માર્ટફોનમાં જમ્બો 7000mAhની બેટરી મળી શકે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો