તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Samsung TV Plus Service Coming To Other Markets Including India, Customers Will Be Able To Access Free Content

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેમસંગ ટીવી યુઝર માટે સારા સમાચાર:ભારત સહિત અન્ય માર્કેટમાં સેમસંગ ટીવી પ્લસ સર્વિસ આવી રહી છે, ગ્રાહકો ફ્રી કન્ટેન્ટ એક્સેસ કરી શકશે

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કંપનીનો દાવો- કન્ટેન્ટ સર્વિસ 6 કરોડથી વધારે સ્માર્ટ ટીવી માટે ઉપલબ્ધ છે
 • ઓસ્ટ્રિયા, કેનેડા, ફ્રાન્સ સહિત વર્તમાનમાં કુલ 12 દેશોમાં આ સર્વિસ લાઈવ છે

સેમસંગ ટીવી પ્લસ, સેમસંગ ટીવી યુઝર્સ માટે વેબ કન્ટેન્ટ સર્વિસ, ભારત સહિત મેક્સિકો, સ્વીડન અને 2021માં કેટલાક અન્ય યુરોપિયન દેશો સુધી પહોંચી રહી છે. સાઉથ કોરિયાની કંપનીએ તેની જાહેરાત કરી છે. આ સર્વિસ 2015માં લિમિટેડ એક્સેસ માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે તેને 12 દેશો અને 742 ચેનલો સુધી વિસ્તૃત કરવામાં આવી છે. સેમસંગ ટીવી પ્લસ સર્વિસ માટે લગભગ 300 બ્રોડકાસ્ટ નેટવર્ક ભાગીદાર છે, જે કંપનીના સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ફ્રી કન્ટેન્ટ લાવશે.

અત્યારે 12 દેશોમાં લાઈવ સર્વિસ છે

 • જે દેશોમાં સેમસંગ ટીવી પ્લસ પહેલાથી જ લાઈવ છે, તેમાં ઓસ્ટ્રિયા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, કોરિયા, સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ, યુકે અને અમેરિકા સામેલ છે.
 • તેનો વિસ્તાર તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલ સુધી પણ વધ્યો છે. એટલે કે વર્તમાનમાં કુલ 12 દેશોમાં સર્વિસ લાઈવ છે.

સેમસંગ ટીવી યુઝર્સ માટે ફ્રી કન્ટેન્ટ ઉપલબ્ધ છે

 • એમેઝોન પ્રાઈમ વીડિયો અને નેટફ્લિક્સ જેવા પ્લેટફોર્મની વિપરીત જેમને પેડ સબસ્ક્રિપ્શનની જરૂર હોય છે, સેમસંગ ટીવી પ્લસ સેમસંગ સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ફ્રીમાં ઉપલબ્ધ છે.
 • જાહેરાત-સપોર્ટેડ કન્ટેન્ટ પ્રદાન કરતી આ સર્વિસ 2016માં સેમસંગ સ્માર્ટ ટીવી મોડેલ પર પ્રી-ઈન્સ્ટોલ આવે છે અને તે અમેરિકામાં ગેલેક્સી નોટ 20, ગેલેક્સી ફોલ્ડ, ગેલેક્સી Z ફ્લિપ અને ગેલેક્સી S20 જેવા પસંદગીના સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોનનો પણ ભાગ છે.

6 કરોડથી વધારે સ્માર્ટ ટીવી માટે સર્વિસ ઉપલબ્ધ છે

 • તેમાં અમેરિકામાં ઈટી લાઈવ, પીપલ્સ-ટીવી, નિક પ્લૂટો ટીવી, સીબીએસ, એબીસી ન્યૂઝ લાઈવ અને યુએસએ ટૂડે જેવી ચેનલ સામેલ છે. તેમાં કિચન નાઈટમેર, બેવોચ અને વાઈપ-આઉટ એક્સ્ટ્રા જેવા શો પણ સામેલ છે. તે ઉપરાંત સેમસંગનો દાવો છે કે કન્ટેન્ટ સર્વિસ 6 કરોડથી વધારે સ્માર્ટ ટીવી માટે ઉપલબ્ધ છે.
 • નવી વિસ્તૃત યોજનાઓની સાથે સેમસંગ આગામી મહિનામાં વધારાના ગેલેક્સી મોડેલ માટે વધારાની કાર્યક્ષમતા અને સમર્થન લાવવા માટે તૈયાર છે. તેનું લક્ષ્યાંક સેમસંગ ટીવી પ્લસનો વિસ્તાર કરવાનો છે.
 • સેમસંગ ઈલેક્ટ્રોનિક્સમાં વિઝ્યુઅલ ડિસ્પ્લે બિઝનેસના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ સેલાઈન હાને કહ્યું, અમે ટીવીને મનોરંજનનું કેન્દ્ર બનાવી દીધું છે. નવા માર્કેટ અને કન્ટેન્ટ લાઈન-અપમાં અમારા નવીનતમ વિસ્તારની સાથે અમને આશા છે કે ટીવી પ્લસ દુનિયાભરમાં સેમસંગ સ્માર્ટ ટીવી વપરાશકારો માટે એક પ્રીમિયમ હોમ-ડેસ્ટિનેશન બન્યું છે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો