ગ્લોબલ ટીવી માર્કેટમાં સેમસંગનો દબદબો:ગયા વર્ષે કંપનીનો માર્કેટ શેર 31.9% રહ્યો, દુનિયાભરમાં 22.5 કરોડથી વધારે ટીવી વેચાયા

2 વર્ષ પહેલા

સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ 2020માં ગ્લોબલી સૌથી વધારે ટીવી વેચનારી કંપની રહી. સેમસંગે સૌથી વધારે QLED અને બીજા મોટી સ્ક્રીનવાળા ટીવી વેચ્યા. ઇન્ડસ્ટ્રી રિસર્ચર ઓમડિયાના રિપોર્ટ પ્રમાણે, ગયા વર્ષે આ દક્ષિણ કોરિયન કંપનીના માર્કેટ શેર 31.9% હતો. 2019માં કંપનીનો માર્કેટ શેર 30.9% હતો.

સેમસંગ સતત 15 વર્ષથી ગ્લોબલ માર્કેટમાં પોતાનું વર્ચસ્વ વધારી રહી છે. સેમસંગ પછી દક્ષિણ કોરિયન કંપની LG બીજા નંબરે છે. LGનો માર્કેટ શેર 16.5% રહ્યો. જાપાનની સોની કોર્પ 9.1 માર્કેટ શેર સાથે ત્રીજા નંબરે રહી.

દરેક સાઈઝના ટીવી સેગ્મેન્ટમાં દબદબો
ઓમડિયાના રિપોર્ટ પ્રમાણે, સેમસંગે ગયા વર્ષે QLED ટીવીના 7.79 મિલિયન(આશરે 70.79 લાખ) યુનિટ વેચ્યા. 2019માં આ આંકડો 50.32 લાખ યુનિટ હતો. કુલ ટીવી વેચાણમાં QLED ટીવીનો રેવન્યુ 35.5% છે. પ્રીમિયમ ટીવી સેગ્મેન્ટમાં જેની કિંમત 2500 ડોલર એટલે કે 1.8 લાખ રૂપિયા કે તેનાથી વધારે હતી તેનો માર્કેટ શેર 45.4% રહ્યો. 80 ઇંચ કે તેનાથી મોટા ટીવીનો માર્કેટ શેર 50.8% રહ્યો.

સેમસંગ 2006માં ટીવી માર્કેટમાં ગ્લોબલી નંબર વન મેન્યુફેક્ચરર બની ગયું હતું. ત્યારે તેના બોર્ડઓક્સ ટીવી સિરીઝને સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ વિશે સેમસંગે કહ્યું હતું કે, તેના પ્રીમિયમ QLED અને મોટી ડિઝાઇનના ટીવીની રણનીતિમાં સફળતા મળી. આ કારણે તેનું માર્કેટ શેર મોટું છે.

મહામારીમાં પણ રેકોર્ડ બ્રેક વેચાણ થયું
ઓમડિયાના રિપોર્ટ પ્રમાણે, કોરોનાવાઇરસ મહામારી છતાં ગયા વર્ષે આખી દુનિયામાં 225.35 મિલિયન(આશરે 22.5 કરોડ)થી વધારે ટીવી વેચાયા. 2020ના છેલ્લા ક્વાર્ટરમાં દુનિયાભરમાં 70.24 મિલિયન ( આશરે 7 કરોડ) ટીવીનું વેચાણ થયું.