અપકમિંગ:સેમસંગ ‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’ 5Gનું મિસ્ટિક વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થશે, જાણો તેની કિંમત અને સ્પેસિફિકેશન્સ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’ 5Gમાં 6.9 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળી શકે છે
 • ફોનમાં 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે
 • ફોનની કિંમત 78,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ 5 ઓગસ્ટે ‘ગેલેક્સી અનપેક 2020’ ઈવેન્ટમાં મલ્ટિપલ ડિવાઈસ લોન્ચ કરશે. આ ઈવેન્ટમાં કંપની ‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’ 5G સ્માર્ટફોન પણ લોન્ચ કરવા જઈ રહી છે. અગાઉના લીક્સ અને રેન્ડર્સ પ્રમાણે ફોનનું મિસ્ટિક બ્રોન્ઝ અને બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થશે. ટેક ટિપ્સ્ટર ઈશાન અગ્રવાલે કરેલાં ટ્વીટ અનુસાર ‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’નું મિસ્ટિક વ્હાઈટ કલર વેરિઅન્ટ પણ લોન્ચ થશે. આ સ્માર્ટફોનમાં S પેન સપોર્ટ પણ મળશે.

‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’ સ્માર્ટફોનમાં 25 વૉટનું ફાસ્ટ ચાર્જર મળી શકે છે. તેને લીધે 30 મિનિટમાં સ્માર્ટફોનને 0થી 30% ચાર્જ કરી શકાશે. ટેક ટિપ્સ્ટર રોલાન્ડે ટ્વીટ કરી તેની માહિતી આપી છે. જોકે કંપનીએ આ વાત પર કોઈ સ્પષ્ટતા કરી નથી.

‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’નાં સ્પેસિફિકેશન

 • મીડિયા રિપોર્ટ્સ અને લીક્સ અનુસાર ફોનમાં કર્વ્ડ ડિસ્પ્લે અને S પેન સપોર્ટ મળશે.
 • ફોનમાં 6.9 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળી શકે છે.
 • ડિસ્પ્લેમાં 120Hzનો રિફ્રેશ રેટ મળી શકે છે. અર્થાત મોબાઈલની ડિસ્પ્લે 1 સેકન્ડમાં 120 વખત રિફ્રેશ થઈ શકે છે.
 • ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર અને One UI વિથ એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી શકે છે.
 • ફોનના ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપમાં 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે.
 • 25 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 5000mAhની બેટરી મળી શકે છે.
 • ફોનની કિંમત 78,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
અન્ય સમાચારો પણ છે...