ચીનને ઝટકો:સેમસંગ તેની ડિસ્પ્લે ફેક્ટરી નોએડામાં શિફ્ટ કરશે, 4825 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સેમસંગનો આ પ્રથમ હાઈ ટેક્નિક પ્રોજેક્ટ છે
  • આ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીથી 510 લોકોને રોજગાર મળશે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં સેમસંગ ડિસ્પ્લે નોએડા પ્રાઈવેટ લિમિટેડ માટે વિશેષ ઉપાયોને મંજૂરી આપી છે. હવે સાઉથ કરિયન ટેક કંપની સેમસંગ પોતાની મોબાઈલ અને IT ડિસ્પ્લે ફેક્ટરી ચીનથી ભારત શિફ્ટ કરશે. આ ફેક્ટરી નોએડામાં શિફ્ટ થશે. કંપની આ યુનિટ માટે 4825 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

ઉત્તર પ્રદેશ સરકારના પ્રવક્તાએ કહ્યું કે, સેમસંગનો આ ભારતમાં પ્રથમ હાઈ ટેક્નિક પ્રોજક્ટ છે. તેને ચીનથી શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. ભારત દુનિયાનો ત્રીજો દેશ બનશે જ્યાં આ પ્રકારનું યુનિટ બનશે.

500થી વધારે લોકોને રોજગાર મળશે
આ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીથી 510 લોકોને રોજગાર મળશે. સેમસંગ ટીવી, મોબાઈલ ફોન, ટેબ્લેટ અને વોચમાં ઉપયોગી 70%થી વધારે ડિસ્પ્લે પ્રોડક્ટ્સ બનાવે છે. હાલ કંપનીના યુનિટ સાઉથ કોરિયા, વિયતનામ અને ચીનમાં છે. સેમસંગની નોએડામાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ઉદ્ઘાટન 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યુ હતું. કંપનીએ ત્યારે આ યુનિટમાં 4915 કરોડ રુપિયાના રોકાણની જાહેરાત કરી હતી.

કંપનીએ કહ્યું કે, તે ભારતને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટનું હબ બનાવવા માટે નવા ઉપાયો પર વિચાર કરી રહી છે. સેમંસગ સાથે એપલની પાર્ટનર કંપનીઓ ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોનને સરકારના પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ હેઠળ મંજૂરી મળી છે.