રિપોર્ટ:ગ્લોબલી સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ સ્માર્ટફોન માટે યુઝર્સની પ્રથમ પસંદ બની, એપલ બીજા નંબરે તો ત્રીજા નંબરે શાઓમી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેક રિસર્ચ ફર્મ કેનાલિસના રિપોર્ટ પ્રમાણે, સેમસંગ 23% માર્કેટ શેર સાથે પ્રથમ નંબરે
  • આ વર્ષે ત્રીજા ક્વાર્ટરમાં સ્માર્ટફોનનાં શિપમેન્ટ 6%નો ઘટાડો આવ્યો

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે ગ્લોબલ સ્માર્ટફોન માર્કેટમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. તો ટેક જાયન્ટ એપલ બીજો ક્રમાંક હાંસલ કરવામાં સફળ રહી છે. ભારતમાં સૌથી વધારે વેચાનાર સ્માર્ટફોન બ્રાન્ડ શાઓમી ગ્લોબલી ત્રીજા નંબરે આવી છે. નવી આઈફોન 13 સિરીઝની ડિમાન્ડને કારણે એપલ 2021ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો માર્કેટ શેર 15% થયો છે.

સેમસંગે પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો
ટેક રિસર્ચ ફર્મ કેનાલિસના રિપોર્ટ પ્રમાણે, સેમસંગ 23% માર્કેટ શેર સાથે પ્રથમ નંબરે છે તો એપલ 15% માર્કેટ શેર સાથે બીજા અને શાઓમી 14% માર્કેટ શેર સાથે ત્રીજા નંબરે છે. 10% માર્કેટ શેર સાથે વિવો અને ઓપ્પો ચોથા અને પાંચમા નંબરે છે.

કેનાલિસના રિપોર્ટ પ્રમાણે ચિપની અછતને કારણે ત્રીજા ક્વાર્ટરમાં સ્માર્ટફોનનાં શિપમેન્ટ 6%નો ઘટાડો આવ્યો છે. ચિપની અછત 2022 સુધી રહે તેવું અનુમાન છે. ચિપ મેન્યુફેક્ચરર હાલ ચિપ અધધધ ભાવે વેચી રહ્યા છે. તેથી સ્માર્ટફોનની કિંમત વધી શકે છે.

બીજા ક્વાર્ટરમાં શાઓમીની બોલબાલા
ટેક રિસર્ચ ફર્મ કાઉન્ટપોઈન્ટના રિપોર્ટ પ્રમાણે આ વર્ષે જૂનમાં શાઓમી, સેમસંગ અને એપલને પાછળ ધકેલી દુનિયાની નંબર 1 કંપની બની હતી. કંપનીએ મંથલી બેઝિસ પર 26%નો ગ્રોથ હાંસલ કર્યો. તેને કારણે કંપની નંબર 1 પર રહી છે. જૂનમાં વિયેતનામમાં કોવિડ-19 મહામારીની નવી લહેરને કારણે સેમસંગના પ્રોડક્શન પર પણ અસર થઈ. તેને કારણે બીજા ક્વાર્ટરમાં કંપનીને નુક્સાન થયું હતું. જોકે ત્રીજા ક્વાર્ટરમાં કંપની પ્રથમ ક્રમાંક મેળવવામાં સફળ રહી છે.