પ્રાઈસ કટ:સેમસંગે ‘ગેલેક્સી A21s’ સ્માર્ટફોનની કિંમતમાં 1,000 રૂપિયાનો ઘટાડો કર્યો, હવે ફોનની કિંમત ₹17,499

2 વર્ષ પહેલા
  • ફોનની ખરીદી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ, ફ્લિપકાર્ટ અને એમેઝોન પરથી કરી શકાશે
  • ફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 13MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે
  • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ ચીન વિરોધી વંટોળ વચ્ચે પોતાનો પોર્ટફોલિયો વધારવા માટે તેના સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કરી રહી છે. ગેલેક્સી A51, ગેલેક્સી Z ફ્લિપ સહિતના સ્માર્ટફોની કિંમતમાં ધટાડો કર્યા બાદ હવે કંપનીએ ‘ગેલેક્સી A21s’ સ્માર્ટફોનની કિંમતમાં 1,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. કંપનીએ તેનાં 6GB + 64GB વેરિઅન્ટની કિંમતમાં ઘટાડો કર્યો છે. કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

લોન્ચિંગ સમયે ફોનનાં 6GB + 64GB વેરિઅન્ટની કિંમત 18,499 રૂપિયા હતી હવે ફોનની ખરીદી 17,499 રૂપિયામાં કરી શકાશે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ, ફ્લિપકાર્ટ અને એમેઝોન પરથી ફોનની ખરીદી કરી શકાશે.

‘ગેલેક્સી A21s’ની વિશેષતાઓ

  • ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર એક્સીનોસ 850 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
  • આ ફોનનાં બ્લેક, વ્હાઈટ અને બ્લૂ કલર વેરિઅન્ટ ઉપલબ્ધ છે.
  • ફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળે છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE,Wi-Fi 802.11 b/g/n, બ્લુટૂથ 5.0, GPS,A-GPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક આપવામાં આવ્યો છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.

‘સેમસંગ ગેલેક્સી A21s’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ6.5 ઇંચ
ડિસ્પ્લે ટાઈપઇન્ફિનિટી-O ડિસ્પ્લે
OSએન્ડ્રોઈડ 10
પ્રોસેસરસેમસંગ Exynos 850
રિઅર કેમેરા48 MP+ 8 MP + 2 MP + 2 MP
ફ્રન્ટ કેમેરા13 MP
રેમ4GB
સ્ટોરેજ64GB
બેટરી5000mAh