તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેમસંગના શિપમેન્ટ્સમાં ઘટાડો:2020માં કંપનીનું મોબાઈલ ફોન શિપમેન્ટ 30 કરોડથી ઓછાં, 9 વર્ષમાં સૌથી ઓછાં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ ક્વાર્ટરમાં 27 કરોડ મોબાઈલ ફોનનાં શિપમેન્ટ કર્યાં
  • કંપનીએ 2021માં 30.7 કરોડ મોબાઈલ ફોનનાં શિપમેન્ટની યોજના બનાવી છે

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે આ વર્ષે 30 કરોડથી ઓછા યુનિટનું શિપમેન્ટ કર્યું છે. કંપનીએ 9 વર્ષના ઈતિહાસમાં સૌથી ઓછું શિપમેન્ટ કર્યું છે. આ વર્ષે કોવિડને કારણે કંપનીના શિપમેન્ટમાં ઘટાડો આવ્યો છે. જોકે કંપનીએ 2021માં 30.7 કરોડ મોબાઈલ ફોન શિપમેન્ટની યોજના બનાવી છે. તેમાં 28.7 કરોડ સ્માર્ટફોન અને અન્ય ફીચર ફોન હશે.

27 કરોડ મોબાઈલનું શિપમેન્ટ
સાઉથ કોરિયન ઈટી ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે, કંપની 2021માં ફોન શિપમેન્ટ માટે જે પ્લાન બનાવી રહી છે તેમાં 2020ની સરખામણીએ 14% ગ્રોથ ઈચ્છે છે. સેમસંગે આ વર્ષે ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં કુલ 18.94 કરોડ મોબાઈલ ફોનનાં શિપિંગ કર્યાં છે. 2020ના ચોથા ક્વાર્ટરના આંકડા સાથે કુલ 27 કરોડ મોબાઈલ ફોનનું શિપમેન્ટ છે. કોરોનાવાઈરસ મહામારીને કારણે 2020માં સેમસંગનું એન્યુઅલ શિપમેન્ટ 30 કરોડ યુનિટથી ઓછું થયું છે. આ આંકડો છેલ્લા 9 વર્ષમાં સૌથી ઓછો છે.

5G મોડેલ પર સેમસંગનું ફોકસ
સેમસંગ કથિત રીતે 5G મોડેલની સંખ્યા વધારવા અને આગામી વર્ષે લૉ બજેટ તેમજ મિડ બજેટ સ્માર્ટફોનનું વેચાણ મજબૂત કરવા પર ધ્યાન આપશે. રિપોર્ટ અનુસાર, કંપનીની યોજના 4.98 કરોડ ફ્લેગશિપ મોડેલ બનાવવાની છે. તેમાં ગેલેક્સી S 21 સિરીઝ અને ફોલ્ડેબલ સ્માર્ટફોન સામેલ છે.

અનુમાન છે કે, રિપોર્ટ પ્રમાણે 55 મિલિયન સ્માર્ટફોન JDM (જોઈન્ટ ડેવલપમેન્ટ મેન્યુફેક્ચરર) દ્વારા ડેવલપ કરવામાં આવશે. તેથી 2021માં કંપનીના 20% સ્માર્ટફોનનું મેન્યુફેક્ચરિંગ JDM કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો