તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Samsung M12 To Launch In India Soon, For The First Time The Company's Budget Phone Can Get A 7000mAh Battery

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સસ્તો ફોન:સેમસંગ M12 ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે, પહેલી વખત કંપનીના બજેટ ફોનમાં 7000mAh બેટરી મળી શકે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, સ્માર્ટફોન સેમસંગના નોઈડા પ્લાન્ટમાં મોટા પાયે ઉત્પાદન શરૂ થઈ ગયું છે
  • ગેલેક્સી M12 ક્વાડ રિઅર કેમેરા સાથે આવે તેવી અપેક્ષા છે, જેમાં 13MPvનું મેઈન સેંસર હશે

સેમસંગ તેના ગેલેક્સી M અને ગેલેક્સી F સિરીઝમાં નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ કરે તેવી અપેક્ષા છે. ગેલેક્સી M12 તે ફોનમાંથી એક છે જે પાઈપલાઈનમાં છે અને ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં આવી શકે છે કેમ કે દેશમાં હવે તેનું સપોર્ટ પેજ લાઈવ થઈ ગયું છે.

સેમસંગ સ્માર્ટફોનનો મોડેલ નંબર 'SM-F12G/DS'ને સેમસંગ ઈન્ડિયાના સપોર્ટ પેજ પર જોવા મળ્યો છે, જે સંકેત આપે છે કે ગેલેક્સી F12 (જે વાસ્તવમાં ગેલેક્સી M12 જ છે) ટૂંક સમયમાં દેશમાં આવશે. આ મોડેલ નંબરની સાથે ડિવાઈસે પહેલાં બ્લૂટૂથ SIG અને વાઈ-ફાઈ એલાયન્સનું સર્ટિફિકેશન પ્રાપ્ત કર્યું છે.

નોઈડામાં ફોનનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે- રિપોર્ટ
તે ઉપરાંત 91Mobilesના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, સ્માર્ટફોન સેમસંગના નોઈડા પ્લાન્ટમાં મોટા પાયે ઉત્પાદન શરૂ થઈ ગયું છે, જેનાથી અમને વધુ પુરાવા મળ્યા છે કે તે ટૂંક સમયમાં લોન્ચ થશે.

જો કે, ગેલેક્સી M12/F12 અંગે કોઈ નક્કર માહિતી નથી, પરંતુ અગાઉની લીકથી ખબર પડે છે કે તે 6.7 ઈંચની ઈન્ફિનિટી-વી ડિસ્પ્લે વિધ HD+ સ્ક્રીન રિઝોલ્યુશન અને એક સ્ક્વાયર શેર રિઅર કેમેરા મોડ્યુઅલની સાથે આવશે, જેમાં સંભવિત ચાર કેમેરા હશે.

સ્પેસિફિકેશનના અનુસાર, સ્માર્ટફોનની એક્સીનોસ 850 પ્રોસેસરની સાથે આવવાની અફવા છે, જેને 3GB રેમની સાથે જોડવામાં આવી શકે છે. તેમાં 32GB સ્ટોરેજનો ઓપ્શન હોઈ શકે છે. ડિવાઈસનું હાઈલાઈટિંગ પોઈન્ટ ગેલેક્સી M51ની જેમ જે એક મોટી 7000mAh બેટરી હોવાની અપેક્ષા છે. તે સેમસંગના બજેટ સ્માર્ટફોન માટે પહેલી વખત હશે. ગેલેક્સી M12ના ક્વાડ રિઅર કેમેરા (13MP, 5MP, 2MP, 2MP) અને 8MPના ફ્રંટ કેમેરાની સાથે આવવાની સંભાવના છે. તેના એન્ડ્રોઈડ 11 બેસ્ડ સેમસંગ વન UIને ઓપરેટ કરે તેવી વધારે સંભાવના છે.

જેવો તેને એક બજેટ ફોન તરીકે રજૂ કરવામાં આવશે તો ગેલેક્સી M12ની કિંમત 20 હજાર રૂપિયાથી ઓછી થઈ જશે. જો કે, કંપનીએ આ અંગે કોઈ સ્પષ્ટા નથી કરી. ઓફિશિયલ જાણકારી મળતા જ અમે તેના વિશે વધુ જાણકારી આપીશું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો