ન્યૂ લોન્ચ / સેમસંગે ભારતમાં 3,599 રૂપિયાનું વાયરલેસ ચાર્જર ધરાવતું ‘UV સેનિટાઈઝર’ લોન્ચ કર્યું

X

  • આ ડિવાઈસનું વજન 369 ગ્રામ છે
  • કોરોના ટાઈમમાં કંપનીએ દાવો કર્યો છે કે, તેમાં 99% બેક્ટેરિયા અને જર્મ્સનો નાશ કરવાની ક્ષમતા છે
  • UV સેનિટાઈઝરમાં સ્વીચ ઓફ/ઓન કરવા એક સિંગલ બટન છે

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 02:15 PM IST

કોરોના મહામારીના સમયમાં સાઉથ કોરિયન સેમસંગ કંપનીએ ભારતમાં બજેટ ફોનની સાથે UV સેનિટાઈઝર પણ લોન્ચ કર્યું છે. આ ડિવાઈસમાં ઇનબિલ્ટ વાયરલેસ ચાર્જર છે. UV સેનિટાઈઝરની કિંમત 3,599 રૂપિયા છે. મહામારી દરમિયાન આ ડિવાઈસમાં વસ્તુ મૂકવાથી બેક્ટેરિયા અને જર્મ્સ નષ્ટ થઇ જાય છે. 10 Wના વાયરલેસ ચાર્જરથી સ્માર્ટફોન અને એસેસરીઝ ચાર્જ કરી શકાય છે.

કંપનીએ આ UV સેનિટાઈઝરને લઈને દાવો કર્યો છે કે, તેમાં 99% બેક્ટેરિયા અને જર્મ્સનો નાશ કરવાની ક્ષમતા છે. આ પ્રોડક્ટ સેમસંગ C&Tએ બનાવી છે. UV સેનિટાઈઝરમાં મોટા સ્માર્ટફોન જેમ કે ગેલેક્સી S20 અલ્ટ્રા, ગેલેક્સી Note10+ પણ આરામથી આવી જાય છે. તેની UV લાઈટ્સ વસ્તુની બંને બાજુને સેનિટાઈઝ કરે છે. તેમાં સ્વીચ ઓફ/ઓન કરવા એક સિંગલ બટન છે. 10 મિનિટ પછી સેનિટાઈઝર તેની જાતે જ સ્વીચ ઓફ થઇ જાય છે. તેનું વજન 369 ગ્રામ છે.

સેમસંગ ઇન્ડિયાના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ મોહનદીપ સિંહે કહ્યું કે, અમારા ગ્રાહકોને રોજની જિંદગીમાં કામમાં આવી શકે તેવા ડિવાઈસ મેકિંગ પર અમે કામ કરી રહ્યા છીએ. અત્યારના સમયે દુનિયાભરમાં પર્સનલ હાઈજીન સૌથી વધારે મહત્ત્વનું છે. અમે વાયરલેસ ચાર્જરથી યુક્ત UV સેનિટાઈઝર લોન્ચ કર્યું છે. આ સેનિટાઈઝર સાઈઝમાં કોમ્પેક્ટ છે, જેથી તમે એને કોઈ પણ જગ્યાએ સાથે લઇ જઈ શકો છો અને બેક્ટેરિયા તથા જર્મ્સને દૂર રાખીને પોતાને ઈન્ફેક્ટ થવાથી બચાવી શકો છો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી