લોન્ચ:સેમસંગે 5,499 રૂપિયાનો લૉ બજેટ સ્માર્ટફોન ‘ગેલેક્સી M01’ લોન્ચ કર્યો, જાણો તેનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે
  • આ ફોનમાં 8MPનો સિંગલ રિઅર કેમેરા અને 5MPનો ફ્રન્ટ કેમેરા મળશે
  • 29 જુલાઈથી ફોનની ખરીદી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ઈ કોમર્સ સાઈટ પરથી કરી શકાશે

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે ભારતમાં તેનો લૉ બજેટ સ્માર્ટફોન ‘ગેલેક્સી M01’ લોન્ચ કર્યો છે. તેનાં 1 GB + 16 GB બેઝિક વેરિઅન્ટની કિંમત 5,499 રૂપિયા છે. ઈન્ડોનેશિયામાં લોન્ચ કરવામાં આવેલાં ‘ગેલેક્સી A01’નું આ રિબ્રાન્ડેડ વર્ઝન છે. આ સ્માર્ટફોનમાં 8MPનો સિંગલ રિઅર કેમેરા અને 5MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

કિંમત અને ઉપલબ્ધતા
કંપનીએ તેના આ લૉ બજેટના 2 સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કર્યાં છે. તેનાં 1 GB + 16GB વેરિઅન્ટની કિંમત 5,499 રૂપિયા અને 2 GB + 32 GB વેરિઅન્ટની કિંમત 6,499 રૂપિયા છે. ફોન બ્લેક, બ્લૂ અને રેડ કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે. 29 જુલાઈથી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ઈ કોમર્સ સાઈટ પરથી તેની ખરીદી કરી શકાશે.

‘ગેલેક્સી M01’ની વિશેષતાઓ

  • આ ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે.
  • તેમાં ડાર્ક મોડ ઈન્ટિગ્રેશન,ઈન્ટેલિજન્ટ ઈનપુટ અને ફોટોઝ સહિતનાં ફીચર્સ મળે છે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 5MPનો ફ્રન્ટ કેમેરા મળશે. તેની સાથે LED ફ્લેશ લાઈટ પણ અટેચ છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં વાઈફાઈ, બ્લુટૂથ, GPS/A-GPS, માઈક્રો USB અને 3.5mmનો ઓડિયો જેક મળે છે.

‘ગેલેક્સી M01’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

5.3 ઈંચ
ડિસ્પ્લે ટાઈપHD+ TFT
OSએન્ડ્રોઈડ ગો બેઝ્ડ ONE UI

પ્રોસેસર

પ્રોસેસર ક્વૉડકોર મીડિયાટેક 6739

રિઅર કેમેરા8MP
ફ્રન્ટ કેમેરા5MP
રેમ1GB/2GB
સ્ટોરેજ16GB/32GB
બેટરી3000mAh