તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Samsung Launches Galaxy M51 With 7000mAh Battery, So Oppo F17 Prices Revealed; Know What Is Special Between These Two Phones

પ્રોડક્ટ લોન્ચ:સેમસંગે 7000mAhની બેટરીવાળો ‘ગેલેક્સી M51’ સ્માર્ટફોન લોન્ચ કર્યો, તો ઓપો F17ની કિંમત સામે આવી, જાણો બંને ફોનની ખાસિયતો શું છે

12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ‘ગેલેક્સી M51’નો પ્રથમ સેલ 18 સપ્ટેમ્બરે એમેઝોન અને કંપનીની ઓફિશિયલ સાઈટ પર યોજાશે
 • ઓપો F17નો પ્રથમ સેલ 21 સપ્ટેમ્બરે યોજાશે, ફોનનું પ્રિ-બુકિંગ કરી શકાશે

ગુરુવારે સેમસંગે તેનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘ગેલેક્સી M51’ ભારતમાં લોન્ચ કર્યો છે. ફોનમાં નવાઈ પમાડે તે વાત તેની બેટરી છે. આ ફોનમાં 7000mAhની બેટરી અને 4 રિઅર કેમેરા સેટઅપ મળે છે. તો અપકમિંગ ઓપો F17ની ભારતમાં કિંમત સામે આવી છે. આ બંને ફોન શા માટ ખાસ છે આવો જાણીએ...

1. સેમસંગ ‘ગેલેક્સી M51’: 7000mAhની બેટરી

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે ભારતમાં 7000mAhની બેટરી ધરાવતો ફોન ‘ગેલેક્સી M51’ લોન્ચ કર્યો છે. તે રિઅર કેમેરા અને પંચ હોલ ડિસ્પ્લે ડિઝાઈન ધરાવે છે. તે સેમસંગના ONE UI ઈન્ટરફેસ સાથે આવે છે. ભારતમાં તેની ટક્કર વન પ્લસ નોર્ડ સ્માર્ટફોનથી થશે.

‘ગેલેક્સી M51’ની કિંમત અને ઓફર
તેના 6GB રેમ વેરિઅન્ટની કિંમત 24,999 રૂપિયા અને 8GB રેમ વેરિઅન્ટની કિંમત 26,999 રૂપિયા છે. ફોન ઈલેક્ટ્રિક બ્લૂ અને સેલેસ્ટિયલ બ્લેક કલર ઓપ્શનમાં અવેલેબલ છે.
તેને પ્રથમ ફ્લેશ સેલ 18 સપ્ટેમ્બરે યોજાશે. લોન્ચિંગ ઓફર હેઠળ 18થી 20 સપ્ટેમ્બર સુધી ફોનની ખરીદી HDFC બેંકના કાર્ડથી કરવા પર 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

‘ગેલેક્સી M51’નાં બેઝિસ સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ6.7 ઈંચ
ડિસ્પ્લે ટાઈપFHD+સુપર AMOLED+ ઈન્ફિનિટી ઓ વિથ ગોરિલા ગ્લાસ 3 પ્રોટેક્શન
સિમ ટાઈપડ્યુઅલ નેનો સિમ
OSએન્ડ્રોઈડ 10 વિથ વન યુઆઈ કોર 2.1
પ્રોસેસરસ્નેપડ્રેગન 730G
રેમ/સ્ટોરેજ6GB+128GB/8GB+128GB
એક્સપાન્ડેબલ512GB
રિઅર કેમેરા64MP(સોની IMX682)+ 12MP(અલ્ટ્રા વાઈડ એંગલ)+ 5MP(મેક્રો)+ 5MP(ડેપ્શ)
ફ્રેન્ટ કેમેરા32MP
બેટરી7000mAh વિથ 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ

2. ઓપો F17: પ્રારંભિક કિંમત 17,990 રૂપિયા

ભારતમાં ઓપો F17નું વેચાણ 21 સપ્ટેમ્બરથી શરુ થશે અને 10 સપ્ટેમ્બરથી તેનું પ્રિ-બુકિંગ કરી શકાશે. ઓપો ભારતમાં F17 પ્રોની સાથે આ ફોનને મહિનાની શરુઆતમાં જ લોન્ચ કર્યો હતો જો કે, તે સમયે કંપનીએ ઓપો F17 પ્રો વેરિઅન્ટની કિંમત જ જાહેર કરી હતી. હવે કંપનીએ F17 વેરિઅન્ટની કિંમત જાહેર કરી છે. ફોન રેમ અને સ્ટોરેજની સરખામણીએ બે વેરિઅન્ટમાં અવેલેબલ હશે.

ઓપો F17: ભારતમાં કિંમત, અવેલેબિલિટી અને ઓફર્સ

 • ઓપો F17 બે વેરિઅન્ટમાં અવેલેબલ હશે. તેના 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 17,990 રૂપિયા છે. જ્યારે 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 19,900 રૂપિયા હશે. તેમાં ત્રણ કલર ઓપ્શન ક્લાસિક સિલ્વર, ડાયનામિક ઓરેન્જ અને નેવી બ્લૂ મળશે. ફોનનું પ્રિ-બુકિંગ શરુ થઇ ગયું છે અને 21 સપ્ટેમ્બરથી ઓફલાઈન સ્ટોર અને ઈ-કોમર્સ વેબસાઈટથી વેચાણ શરુ થઇ જશે.
 • કસ્ટમર ઓપો F17 માટે ઘણા ડિસ્કાઉન્ટ ઓપ્શન સિલેક્ટ કરી શકે છે. ઓનલાઈન શોપર્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર 9 મહિના સુધી નો-કોસ્ટ EMI પ્લાન લઇ શકે છે.
 • બેંક ઓફ બરોડા ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર ગ્રાહકોને 1500 રૂપિયાનું ઈન્સ્ટન્ટ કેશબેક મળશે. ઓફલાઈન ખરીદી કરનારા ગ્રાહકો માટે ICICI, ફેડરલ બેંક અને બેંક ઓફ બરોડાના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બંને પર 7.5%નું કેશબેક મળશે. આ ઉપરાંત નો-કોસ્ટ EMI પ્લાન પણ છે.
 • ઓપો F17ના ગ્રાહકોને 4499 રૂપિયાના Enco W51 TWS ઈયરબડ્સ ખરીદવા પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

‘ઓપો F17’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ6.44 ઈંચ
ડિસ્પ્લે ટાઈપFHD+ સુપર AMOLED
સિમ ટાઈપડ્યુઅલ નેનો સિમ
OSએન્ડ્રોઈડ 10 બેઝ્ડ કલર OS 7.2
પ્રોસેસરસ્નેપડ્રેગન 662
રેમ/સ્ટોરેજ6GB+128GB/8GB+128GB
એક્સપાન્ડેબલ256GB
રિઅર કેમેરા16MP+8MP+2MP+2MP
ફ્રન્ટ કેમેરા16MP
બેટરી4000mAh વિથ 30W VOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય તમારા પક્ષમાં છે. વર્તમાનમાં કરેલી મહેનતનું પૂર્ણ ફળ મળશે. સાથે જ તમે તમારી અંદર અદભૂત આત્મવિશ્વાસ અને આત્મબળ અનુભવ કરશો. શાંતિની ઇચ્છામાં કોઇ ધાર્મિક સ્થળમાં સમય પસાર થશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો