• Gujarati News
  • Utility
  • Gadgets
  • Samsung Launches 'Galaxy M32 5G' Smartphone With 48MP Primary Rear Camera And MediaTek Dimension 720 Processor, Priced At 20,999

ન્યૂ લોન્ચ:સેમસંગનો 48MP પ્રાઈમરી રિઅર કેમેરા અને મીડિયાટેક ડાયમેન્સિટી 720 પ્રોસેસરથી સજ્જ 'ગેલેક્સી M32 5G' સ્માર્ટફોન લોન્ચ થયો, કિંમત ₹20,999

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિઅર કેમેરા સેટઅપમાં લેન્સને રિંગ સેટમાં અલગ અલગ અટેચ કરાયા છે
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 13MPનો ફ્રન્ટ અટેચ છે

સેમસંગે ગેલેક્સી M સિરીઝનો નવો મિડ બજેટ સ્માર્ટફોન 'ગેલેક્સી M32 5G' લોન્ચ કર્યો છે. 5G સપોર્ટેડ ફોનમાં ઓક્ટાકર મીડિયાટેક ડાયમેન્સિટી 720 પ્રોસેસર સાથે ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. ફોનમાં કેમેરા લેન્સને અલગ અલગ રિંગ સેટમાં અટેચ કર્યાં છે. ફોનમાં સેમસંગ નોક્સ સિક્યોરિટી ફીચર પણ મળશે.

સેમસંગ ગેલેક્સી M32 5Gની કિંમત

આ ફોનનાં 2 રેમ વેરિઅન્ટ લોન્ચ થયાં છે. 6GB+128G વેરિઅન્ટની કિંમત 20,999 રૂપિયા અને 8GB+128GB વેરિઅન્ટની કિંમત 22,999 રૂપિયા છે. ફોનનાં સ્લેટ બ્લેક અને સ્કાઈ બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફોનની ખરીદી 2 સપ્ટેમ્બરથી એમેઝોન ઈન્ડિયા પરથી બપોરે 12 વાગ્યાથી કરી શકાશે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ Samsung.com પરથી પણ ફોનની ખરીદી કરી શકાશે. ICICI બેંકના ગ્રાહકોને 2000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

સેમસંગ ગેલેક્સી M32 5Gનાં સ્પેસિફિકેશન

  • આ ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. ફોન એન્ડ્રોઈડ 11 બેઝ્ડ સેમસંગની OneUI 3.1 OS પર રન કરે છે. ફોનમાં 6.5 ઈંચની HD+ TFT ઈન્ફિનિટી V ડિસ્પ્લે મળે છે. તેનો રિફ્રેશ રેટ 60Hz છે. ફોનમાં ઓક્ટાકોર મીડિયાટેક ડાયમેન્સિટી 720 પ્રોસેસર સાથે 8GB સુધીની રેમ અને 128GBનું સ્ટોરેજ મળે છે. SD કાર્ડની મદદથી ફોનનાં સ્ટોરેજને 1TB સુધી એક્સપાન્ડ કરી શકાશે.
  • ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે ફોનમાં 48MP (પ્રાઈમરી સેન્સર)+ 8MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ)+ 2MP (મેક્રો શૂટર)+ 2MP(ડેપ્થ સેન્સર)નું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 13MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં 5G,વાઈફાઈ, બ્લુટૂથ, GPS જેવાં ફીચર્સ મળે છે.
  • સિક્યોરિટી માટે તેમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.
  • ફોનમાં 5,000mAhની બેટરી મળે છે, જે 15 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોનનું ડાયમેન્શન 164.2x76.1x9.1mm છે. ફોન ડોલ્બી એટમ્સ સપોર્ટ કરે છે.