• Home
  • Utility
  • Gadgets
  • Samsung launches 'Galaxy M31s' smartphone with 64MP primary rear camera, find out its price, features and specifications

લોન્ચ / 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતો સેમસંગનો ‘ગેલેક્સી M31s’ સ્માર્ટફોન લોન્ચ થયો; જાણો તેની કિંમત, ફીચર્સ અને સ્પેસિફિકેશન

X

  • ફોનનાં 6GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 19,499 રૂપિયા
  • ફોનનો કેમેરા 4K વીડિયો રેકોર્ડિગ, સ્લો મોશન, AR ડૂડલ્સ અને AR ઈમોજી સહિતનાં ફીચરથી સજ્જ
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે
  • ફોનમાં 64MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળે છે
  • 6 ઓગસ્ટથી એમેઝોન પરથી ફોનની ખરીદી કરી શકાશે

દિવ્ય ભાસ્કર

Jul 30, 2020, 07:21 PM IST

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે ભારતમાં ‘ગેલેક્સી M31s’ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ફોનનાં 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 19,499 રૂપિયા છે. ફોનમાં પ્રિ-ઈન્સ્ટોલ્ડ Intelli-Cam ફીચર મળે છે. ફોનમાં 64MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળે છે. ફોનની ખરીદી 6 ઓગસ્ટથી એમેઝોન પરથી કરી શકાશે.

કિંમત અને વેરિઅન્ટ
કંપનીએ ફોનનાં 2 સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કર્યાં છે. 6GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 19,499 રૂપિયા છે અને 8GB + 128GB વેરિઅન્ટની કિંમત 21,499 રૂપિયા છે. ફોનનાં બ્લેક અને બ્લૂ કલર વેરિઅન્ટ અવેલેબલ છે.

‘ગેલેક્સી M31s’ની વિશેષતાઓ

  • આ ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે.
  • ફોનનો કેમેરા 4K વીડિયો રેકોર્ડિગ, સ્લો મોશન, AR ડૂડલ્સ અને AR ઈમોજી સહિતનાં ફીચર સપોર્ટ કરે છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, વાઈફાઈ, બ્લુટૂથ 5.0, GPS/ A-GPS, USB ટાઈપ-સી પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.

‘ગેલેક્સી M31s’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ ​ 6.5 ઈંચ
ડિસ્પ્લેટાઈપ ફુલ HD+ AMOLED
OS એન્ડ્રોઈડ 10 વિથ One UI

પ્રોસેસર

ઓક્ટા કોર એક્સીનોસ 9611

રિઅરકેમેરા

64MP (પ્રાઈમરી કેમેરા)+ 12MP (123 ડિગ્રી અલ્ટ્રાવાઈડ એંગલ લેન્સ) + 5MP (ડેપ્શ સેન્સર) + 5MP (મેક્રો સેન્સર)

ફ્રન્ટ કેમેરા

32MP
રેમ 6GB/ 8GB
સ્ટોરેજ 128GB
બેટરી 6,000mAh વિથ 25 વૉટ ફાસ્ટ ચાર્જર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી