તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ મિડ રેન્જ સ્માર્ટફોન:સેમસંગ ‘ગેલેક્સી F62’ લોન્ચ, 70% કિંમત આપીને પણ ફોનની ખરીદી કરી શકાશે; જાણો ઓફર ડિટેલ

21 દિવસ પહેલા
 • ફોનમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળે છે
 • ફોનનાં લેઝર બ્લૂ, લેઝર ગ્રીન અને લેઝર ગ્રે કલર વેરિઅન્ટ અવેલેબલ

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે ભારતમાં ‘ગેલેક્સી F62’ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. F સિરીઝમાં આ કંપનીનો બીજો સ્માર્ટફોન છે. ફોન પંચ હોલ ડિસ્પ્લે ડિઝાઈન અને ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ સાથે આવે છે. ફોનની ખાસ વાત એ છે કે તેમાં 7000mAhની જમ્બો બેટરી મળે છે. ફોન ઓક્ટાકોર એક્સીનોસ 9825 પ્રોસેસરથી સજ્જ છે. આ પ્રોસેસરનો ઉપયોગ 2019માં લોન્ચ થયેલાં ગેલેક્સી નોટ 10 સિરીઝમાં થયો હતો. આવો જાણીએ ફોનની કિંમત શું છે અને કયા ફીચર્સથી ફોન સજ્જ છે...

સેમસંગ ગેલેક્સી F62: ભારતમાં કિંમત અને ઓફર્સ

 • ફોનનાં 2 વેરિઅન્ટ લોન્ચ થયાં છે. તેનાં 6GB+128GB બેઝિક વેરિઅન્ટની કિંમત 23,999 રૂપિયા છે. 8GB+128GBનાં ટોપ વેરિઅન્ટની કિંમત 25,999 રૂપિયા છે.
 • બંને ફોન લેઝર બ્લૂ, લેઝર ગ્રીન અને લેઝર ગ્રે કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે. ફોનનું વેચાણ 22 ફેબ્રુઆરીથી શરૂ થશે. તેની ખરીદી ફ્લિપકાર્ટ, કંપનીના ઓનલાઈન સ્ટોર સિવાય રિલાયન્સ ડિજિટલ, જિયો રિટેલ સ્ટોર સહિત સિલેક્ટેડ રિટેલ સ્ટોર પરથી કરી શકાશે.
 • લોન્ચિંગ ઓફર હેઠળ, ગેલેક્સી F62ની ખરીદી પર જિયોના ગ્રાહકોને 3 હજાર રૂપિયાની રિચાર્જ ડિસ્કાઉન્ટ કૂપન અને 7 હજાર રૂપિયાની રિલાયન્સ પાર્ટનર બ્રાન્ડ કૂપન મળશે. આ સિવાય ICICI બેંક ક્રેડિટ કાર્ડ અને EMI પર 2500 રૂપિયાનું કેશબેક પણ મળી રહ્યું છે.
 • ફોન ફ્લિપકાર્ટ સ્માર્ટ અપગ્રેડ પ્રોગ્રામ સાથે આવે છે તે હેઠળ ગ્રાહક ફોનની કિંમતની 70%ની ચૂકવણી કરી ગેલેક્સી F62નો લાભ મેળવી શકે છે. 1 વર્ષ પછી ગ્રાહકો નવાં ગેલેક્સી સિરીઝ સ્માર્ટફોનમાં અપગ્રેડ કરવા ડિવાઈસ રિટર્ન કરવાનો વિકલ્પ પંસદ કરી શકે છે. અથવા બાકી રહેલી 30% રકમની ચૂકવણી કરી આ ડિવાઈસ રાખી શકે છે.

સેમસંગ ગેલેક્સી F62નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ6.7 ઈંચ
ડિસ્પ્લે ટાઈપફુલ HD+ (1080X2400 પિક્સલ) સુપર AMOLED ઈન્ફિનિટી ઓ ડિસ્પ્લે
OSOneUI 3.1 બેઝ્ડ એન્ડ્રોઈડ 11
પ્રોસેસરએક્સીનોસ 9825 પ્રોસેસર
રિઅર કેમેરા ​​​​​​​64MP+12MP+5MP+5MP
ફ્રન્ટ કેમેરા ​​​​​​​32MP
રેમ ​​​​​​​6GB/8GB
સ્ટોરેજ ​​​​​​​128GB
બેટરી7000mAh વિથ 25 વૉટ ફાસ્ટ ચાર્જિંગ એન્ડ રિવર્સ ચાર્જિંગ​​​​​​​​​​​​​​
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો