તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લોન્ચ:સેમસંગે તેની પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ સ્માર્ટવોચ ‘ગેલેક્સી વોચ એક્ટિવ 4G’ લોન્ચ કરી, કિંમત ₹28,490

3 મહિનો પહેલા
 • કંપનીએ તમામ 18 સ્માર્ટવોચ ભારતમાં બનાવવાની પણ જાહેરાત કરી
 • વોચમાં 1.5GBની રેમ અને 4GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે
 • આ સ્માર્ટવોચ ટાઈજન ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે
 • ઈ સિમ સપોર્ટ પણ મળશે, જે જિઓ અને એરટેલ નેટવર્ક સપોર્ટ કરશે
 • વોચ હાર્ટ રેટ મોનિટરિંગ અને સ્લીપ ટ્રેકિંગ સહિતનાં અનેક ફીચર સપોર્ટ કરે છે

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે ગુરુવારે તેની પ્રથમ મેડ ઈન ઈન્ડિયા સ્માર્ટવોચ ‘ગેલેક્સી વોચ એક્ટિવ 4G’ એલ્યુમિનિયમ એડિશન લોન્ચ કરી છે. તેની કિંમત 28,490 રૂપિયા છે. આ સાથે જ કંપનીએ જાહેરાત કરી છે કે હવે કંપની તમામ સ્માર્ટવોચનું નિર્માણ ભારતમાં જ કરશે.

તમામ 18 સ્માર્ટવોચ ભારતમાં બનશે
સેમસંગ ઈન્ડિયાના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ મોહનદિપ સિંહે જણાવ્યું હતું કે, ‘ગેલેક્સી વોચ એક્ટિવ 4G’ એલ્યુમિનિયમ એડિશન કંપનીની સૌથી સસ્તી સ્માર્ટવોચ છે. તેનાં લોન્ચિંગ સાથે કંપની મેક ફોર ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ ભારતમાં તેની તમામ 18 સ્માર્ટવોચનું મેન્યુફેક્ચરિંગ કરશે. હવે કંપનીની 4G સ્માર્ટવોચ રેન્જમાં 9 કલર, 3 સાઈઝ અને 2 ડિઝાઈન સામેલ છે.

કિંમત અને વેચાણ
સેમસંગની પ્રથમ મેડ ઈન ઈન્ડિયા વોચ ‘ગેલેક્સી વોચ એક્ટિવ 4G’ એલ્યુમિનિયમ એડિશનની કિંમત 28,490 રૂપિયા છે. 11 જુલાઈથી તેનું વેચાણ શરૂ થશે. કંપની 10% કેશબેક અને ‘નો કોસ્ટ EMI’ની ઓફર પણ આપશે.

‘ગેલેક્સી વોચ એક્ટિવ 4G’ એલ્યુમિનિયમ એડિશનનાં બેઝિક ફીચર્સ

 • સેમસંગની આ સ્માર્ટવોચ ટાઈજન ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
 • તેમાં 1.4 ઈંચની સુપર AMOLED સ્ક્રીન વિથ ગોરિલા ગ્લાસ પ્રોટેક્શન મળશે.
 • વોચમાં 39 વર્કઆઉટ ટ્રેકર્સ મળે છે, જેમાં અનેક ઈન્ડોર અને આઉટડોર વર્કઆઉટ સામેલ છે.
 • તેમાં ઈ સિમ સપોર્ટ પણ મળે છે, જે જિઓ અને એરટેલ નેટવર્ક સપોર્ટ કરે છે.
 • વોચ હાર્ટ રેટ મોનિટરિંગ, ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, એક્સલરોમીટર, જાયરોસ્કોપ, બેરોમીટર સહિતનાં સેન્સર ધરાવે છે.
 • તે સ્લીપ ટ્રેકિંગ ફીચર સપોર્ટ ધરાવે છે. તેમાં સ્લીપ અને મેડિટેશન એપ ‘CALM’ મળે છે.
 • વોચમાં 1.5GBની રેમ અને 4GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે.
 • સેમસંગની પ્રથમ મેડ ઈન ઈન્ડિયા વોચ એન્ડ્રોઈડ 5.0 અને તેની ઉપરનાં તમામ વર્ઝન તેમજ iOS 9.0 અને તેની ઉપરનાં તમામ વર્ઝન ધરાવતાં ડિવાઈસ પર સપોર્ટ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો