તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Samsung Launches Budget Smartphone 'Galaxy M12' With Jumbo Battery And Powerful Camera Features, Find Out The Price And Specifications

લોન્ચ:જમ્બો બેટરી અને દમદાર કેમેરા ફીચર્સ સાથે સેમસંગનો બજેટ સ્માર્ટફોન ‘ગેલેક્સી M12’ લોન્ચ થયો, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

6 મહિનો પહેલા
 • ફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળે છે
 • 4GB+64GBનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા
 • પ્રથમ સેલ 18 માર્ચથી એમેઝોન અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર શરૂ થશે

સેમસંગે ભારતમાં પોતાનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન ‘ગેલેક્સી M12’ લોન્ચ કર્યો છે. ફોનમાં 6000mAhની જમ્બો બેટરી છે. તે સેમસંગ એક્સીનોસ 850 પ્રોસેસરથી સજ્જ છે. ફોનમાં 4 રિઅર કેમેરાનું સેટઅપ મળે છે. ફોન કયા સ્પેસિફિકેશન્સથી સજ્જ છે અને તેની કિંમત શું છે આવો જાણીએ...

સેમસંગ ગેલેક્સી M12:ભારતમાં કિંમત અને અવેલેબિલિટી

 • ભારતમાં તેનાં 2 વેરિઅન્ટ લોન્ચ થયાં છે. 4GB+64GBનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા છે. 6GB+128GB વેરિઅન્ટની કિંમત 13,499 રૂપિયા છે.
 • ફોન એટ્રેક્ટિવ બ્લેક, એલિગન્ટ બ્લૂ અને ટ્રેન્ડી એમરલ્ડ ગ્રીન કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે.
 • તેનો પ્રથમ સેલ 18 માર્ચથી એમેઝોન અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર શરૂ થશે.
 • લોન્ચિંગ ઓફર હેઠળ ICICI બેંકના ગ્રાહકોને 1000 રૂપિયાનું કેશબેક પણ મળશે.

સેમસંગ ગેલેક્સી M12: બેઝિક સ્પેસિફિકેશન

 • ફોન એન્ડ્રોઈડ બેઝ્ડ OneUI OS પર રન કરે છે. તે ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. તેમાં 6.5 ઈંચની HD+ TFT ઈન્ફિનિટી V ડિસ્પ્લે મળે છે. તેનો આસ્પેક્ટ રેશિયો 20: 9 છે.
 • તે એક્સીનોસ 850 પ્રોસેસરથી સજ્જ છે તેને 2GB રેમ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ 128GBનું છે. તેને માઈક્રો SD કાર્ડની મદદથી 1TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
 • ફોનમાં 48MP (પ્રાઈમરી રિઅર કેમેરા) +5MP (અલ્ટ્રાવાઈડ કેમેરા)+ 2MP (મેક્રો સેન્સર)+ 2MP(ડેપ્થ સેન્સર)નું 4 રિઅર કેમેરા સેટઅપ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. તે વૉટરડ્રોપ નોચ ડિસ્પ્લેમાં ફિટ છે.
 • ફોન 6000mAhની બેટરીથી સજ્જ છે. કંપનીના દાવો છે કે ફુલ ચાર્જમાં ફોન 58 કલાકનું ટોકટાઈમ આપે છે.
 • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
 • કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, વાઈફાઈ 802.11 b/g/n, બ્લુટૂથ 5.0, GPS-A-GPS,USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક સહિતના ઓપ્શન્સ મળે છે. ફોનનું ડાયમેન્શન 164.0x75.9x9.7mm છે અને વજન 221 ગ્રામ છે.