• Gujarati News
  • Utility
  • Gadgets
  • Samsung Galaxy Z Fold 3, Samsung Galaxy Z Flip 3 Foldable Phones Launched In India: Know More Price, Specifications, Launch Offers

સેમસંગના ફોલ્ડેબલ ફોન લોન્ચ:ગેલેક્સી Z ફોલ્ડ 3ની કિંમત 1.49 લાખ રૂપિયા, ગેલેક્સી Z ફ્લિપ 3ની કિંમત 85 હજાર રૂપિયાથી શરૂ; બંને ફોનમાં 120Hzનો રિફ્રેશ રેટ મળશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'ગેલેક્સી Z ફોલ્ડ 3 5G'માં ટ્રિપલ અને 'ગેલેક્સી Z ફ્લિપ 3 5G'માં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ છે
  • 'ગેલેક્સી Z ફોલ્ડ 3 5G' અંડર ડિસ્પ્લે સેલ્ફી કેમેરા છે

સેમસંગે 11 સપ્ટેમ્બરે ગેલેક્સી અનપેક્ડ ઈવેન્ટમાં તેના લેટેસ્ટ ફોલ્ડેબલ સ્માર્ટફોન 'ગેલેક્સી Z ફોલ્ડ 3' અને 'ગેલેક્સી Z ફ્લિપ 3' લોન્ચ કર્યાં હતાં. કંપનીએ હવે ભારતમાં પણ તેના લેટેસ્ટ ફોનનાં લોન્ચિંગ સાથે કિંમત જાહેર કરી છે. ગેલેક્સી Z ફોલ્ડ 3નાં 12GB+256GB ઈન્ટર્નલ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,49,999 રૂપિયા અને 12GB+512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,57,999 રૂપિયા છે.

બીજી તરફ ગેલેક્સી Z ફ્લિપ 3નાં 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 84,999 રૂપિયા અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 88,999 રૂપિયા છે. HDFC બેંકના ગ્રાહકોને કંપની 7 હજાર રૂપિયાનું કેશબેક આપશે.

બંને સ્માર્ટફોનમાં 120Hzનો રિફ્રેશ રેટ મળશે

ગેલેક્સી Z ફોલ્ડ 3માં કંપની 7.6 ઈંચની QHD+ AMOLED ડિસ્પ્લે આપી રહી છે. ફોનની કવર ડિસ્પ્લે 6.2 ઈંચની છે. તે HD+ રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. આ ફોનમાં આપેલી બંને ડિસ્પ્લે 120Hzનો રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. ગેલેક્સી Z ફ્લિપ 3માં ક્લેમશેલ ડિઝાઈન મળે છે. તેમાં પણ 120Hzનો રિફ્રેશ રેટ ધરાવતી 6.7 ઈંચની FHD+ AMOLED ડિસ્પ્લે મળે છે. આ ફોનમાં 1.9 ઈંચની સેકન્ડરી AMOLED ડિસ્પ્લે મળે છે.

ફોટોગ્રાફી માટે 12MPનો પ્રાઈમરી કેમેરા

ગેલેક્સી Z ફોલ્ડ 3માં ફોટોગ્રાફી માટે ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 12MPનું પ્રાઈમરી સેન્સર, 12MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને 12MPનો ટેલિફોટો લેન્સ મળે છે. સેલ્ફી માટે ફોનમાં 4MPનો અંડર ડિસ્પ્લે કેમેરા અને10MPનો કવર કેમેરા છે. ગેલેક્સી Z ફ્લિપ 3માં પણ 12MPનો પ્રાઈમરી કેમેરા અને 12MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ મળે છે. સેલ્ફી માટે ફોનમાં 12MPનો કેમેરા છે.

સ્નેપડ્રેગન 888 ચિપસેટથી સજ્જ છે બંને સ્માર્ટફોન
સેમસંગના બંને ફોનમાં સ્નેપડ્રેગન 888 પ્રોસેસર છે. ગેલેક્સી Z ફોલ્ડ 3માં 12GB સુધીની રેમ અને 512GB સુધીનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. ગેલેક્સી Z ફ્લિપ 3માં 8GBની રેમ અને 256GB સુધીનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે.

25 વૉટનું ફાસ્ટ ચાર્જર મળશે
Z ફોલ્ડ 3માં 25 વૉટના ફાસ્ટ ચાર્જિંગ સાથે 4400mAhની બેટરી અને Z ફ્લિપ 3માં 15 વૉટના ફાસ્ટ ચાર્જિંગ સાથે 3,300mAhની બેટરી મળી રહી છે. બંને સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 બેઝ્ડ OneUI 3.1 પર રન કરે છે. કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ 5.2, વાઈફાઈ અને 5G મળે છે.