ન્યૂ લોન્ચ:સેમસંગે ત્રીજો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યો, ગ્રાહકોને ‘ગેલેક્સી Z ફોલ્ડ 2’માં 3 રિઅર અને 2 ફ્રન્ટ કેમેરાની સાથે 12GB રેમ મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાઉથ કોરિયન કંપની સેમસંગે પોતાનો ગેલેક્સી ફોલ્ડ સીરિઝનો નવો સ્માર્ટફોન ગેલેક્સી Z ફોલ્ડ 2 લોન્ચ કર્યો છે.ફોલ્ડિંગ સ્ક્રીન ધરાવતો આ કંપનીનો ત્રીજો સ્માર્ટફોન છે. કંપનીએ આ ફોનને ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટ 2020માં લોન્ચ કર્યો છે. તેની કિંમત 1999 ડોલર એટલે કે 1,46,000 રૂપિયા નક્કી કરી છે. ફોનમાં 12GB રેમ અને 256/512GB ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. તેમાં 4,500mAhની બેટરી છે. ફોનમાં 3 રિઅર કેમેરા અને એક ફ્રન્ટ કેમેરા છે. ફોન મિસ્ટિક બ્લેક અને મિસ્ટિક બ્રોન્ઝ કલરમાં અવેલેબલ છે. ફોલ્ડ અને અનફોલ્ડ એમ બંને સ્ક્રીનમાં ફ્રન્ટ કેમેરા છે.

ઇવેન્ટમાં સેમસંગ મોબાઈલ ચીફ ડોક્ટર ટીએમ રોહે જણાવ્યું કે, અમે સેમસંગ Z ફોલ્ડ 2 લોન્ચ કરી રહ્યા છે. આ ફોનમાં યુઝરના ફીડબેકને ધ્યાનમાં રાખીને હાર્ડવેરમાં ઘણા ફેરફાર કર્યા છે. યુઝર્સના અનુભવને સારા બનાવવા માટે ઘણા ઇનોવેશન ડેવલપમેન્ટ પણ કર્યા છે. ગૂગલ અને માઈક્રોસોફ્ટની સાથે પાર્ટનરશિપ કરીને અમે વધારે મજબૂર બની ગયા છે.

સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 2ની કિંમત અને અવેલેબિલિટી
કંપની ફોનની કિંમત 1999 ડોલર એટલે કે 1,46,000 રૂપિયા નક્કી કરી છે. આ નેક્સ્ટ જનરેશન ફોલ્ડેબલ ફોન અમેરિકામાં 18 સપ્ટેમ્બરે મળશે. કંપનીએ ફોનનું પ્રિ-બુકિંગ શરુ કરી દીધું છે. પ્રિ-બુકિંગ અમેરિકાના માર્કેટની સાથે યુરોપના માર્કેટમાં પણ થઇ રહ્યું છે.

‘સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 2’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ7.3 ઇંચ
ડિસ્પ્લે ટાઈપઇન્ફિનિટી-o ડિસ્પ્લે
OSએન્ડ્રોઈડ 10
પ્રોસેસરઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 865+ પ્રોસેસર
રિઅર કેમેરા12MP+12MP+12MP
ફ્રન્ટ કેમેરા10MP+10MP
રેમ12GB
સ્ટોરેજ ​​​​​​​256GB/512GB
બેટરી4,500mAh
વજન282 ગ્રામ

અન્ય સમાચારો પણ છે...