• Gujarati News
  • Utility
  • Gadgets
  • 'Samsung Galaxy Z Flip 5G' Foldable Smartphone Launched In Mystic Bronze And Gray Colors, Find Out Its Specification And Price

ન્યૂ લોન્ચ:મિસ્ટિક બ્રોન્ઝ અને ગ્રે કલરમાં ‘સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ 5G’ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ થયો, જાણો તેનાં સ્પેસિફિકેશન અને કિંમત

2 વર્ષ પહેલા
  • ફોનનું 8GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થયું
  • ફોન ફોલ્ડ થવા પર યુઝર્સ 1.1 ઈંચની કવર ડિસ્પ્લેમાં નોટિફિકેશન જોઈ શકશે
  • આ ફોલ્ડેબલ ફોનમાં 12MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 10MPનો ફ્રન્ટ કેમેરા મળશે

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે તેનો મોસ્ટ અવેટેડ 5G ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘ગેલેક્સી Z ફ્લિપ 5G’ લોન્ચ કર્યો છે. હાલ તેને અમેરિકન માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ગ્લોબલી તેને 5 ઓગસ્ટે યોજાનાર ‘ગેલેક્સી અનપેક 2020’ ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. આ ફોનમાં મોટે ભાગે તમામ ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ ‘સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ’નાં LTE વર્ઝન જેવા જ છે. કંપનીએ ફોનનું 8GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે.

કિંમત અને ઉપલબ્ધતા
કંપનીએ હાલ ફોનને અમેરિકામાં જ લોન્ચ કર્યો છે. અમેરિકામાં તેનાં 8GB + 256GB વેરિઅન્ટની કિંમત $1449,99 (આશરે 1,08,200 રૂપિયા) છે. જોકે તેનું વેચાણ 7 ઓગસ્ટથી શરૂ થશે.

‘ગેલેક્સી Z ફ્લિપ 5G’ની ખાસ વાતો

  • આ ફોન વર્ટિકલી ફોલ્ડ થાય છે. ફોન ફોલ્ડ થવા પર યુઝર્સ 1.1 ઈંચની કવર ડિસ્પ્લેમાં નોટિફિકેશન જોઈ શકે છે.
  • ફોનનો રિઅર કેમેરા 8X ડિજિટલ ઝૂમ અને HDR 10+ રેકોર્ડિંગ સપોર્ટ કરે છે.
  • સિક્યોરિટી માટે તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર પણ આપવામાં આવ્યું છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 5G. 4G LTE, વાઈફાઈ 6, બ્લુટૂથ 5.0, USB ટાઈપ-સી પોર્ટ, GPS, NFC અને ઓડિયો જેક આપવામાં આવ્યો છે.

‘ગેલેક્સી Z ફ્લિપ 5G’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.7 ઈંચ મેઈન, 1.1 ઈંચ કવર

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD 1080x2636 પિક્સલ AMOLED ટાઈપ

OS

એન્ડ્રોઈડ 10

પ્રોસેસર

ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865+ ઓક્ટાકોર SoC

રિઅર કેમેરા

12MP + 12MP

ફ્રન્ટ કેમેરા

10MP

રેમ

8GB

સ્ટોરેજ

256GB

બેટરી

3300mAh વિથ વાયરલેસ એન્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ

વજન

183 ગ્રામ