ન્યૂ લોન્ચ:7,040mAhની બેટરીથી સજ્જ 'સેમસંગ ગેલેક્સી ટેબ A8' ટેબ્લેટ લોન્ચ, લૉ બજેટમાં મોટી સ્ક્રીનની મજા માણી શકાશે
- આ ટેબમાં 8MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 5MPનો ફ્રન્ટ કેમેરા મળે છે
'સેમસંગ ગેલેક્સી ટેબ A8' ટેબ્લેટ ફાઈનલી ભારતમાં લોન્ચ થયું છે. ગેલેક્સી ટેબ્લેટમાં 10.5 ઈંચની ડિસ્પ્લે મળે છે. ટેબ્લેટના વાઈફાઈ અને વાઈફાઈ વિથ LTE વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ટેબ્લેટમાં 7,040mAhની જમ્બો બેટરી મળે છે. સારી સાઉન્ડ ક્વોલિટી માટે ટેબ્લેટમાં ડોલ્બી એટમોસ સાથે ક્વૉડ સ્પીકર સેટઅપ મળે છે.
કિંમત
- ટેબ્લેટના 3GB+32GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા છે. વાઈફાઈ+LTE વેરિઅન્ટની કિંમત 21,999 રૂપિયા છે.
- 4GB+64GB ઓનલી વાઈફાઈ વેરિઅન્ટની કિંમત 19,999 રૂપિયા છે. આ સ્ટોરેજ મોડેલનાં વાઈફાઈ+LTE વેરિઅન્ટની કિંમત 23,999 રૂપિયા છે. ટેબ્લેટનાં ગ્રે, પિન્ક ગોલ્ડ અને સિલ્વર કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.
- ટેબ્લેટની ખરીદી 17 જાન્યુઆરીથી એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલથી કરી શકાશે. સેલમાં ICICI બેંકના યુઝર્સને 2000 રૂપિયાનું કેશબેક મળશે.
સેમસંગ ગેલેક્સી ટેબ A8નાં સ્પેસિફિકેશન્સ
- આ ટેબ્લેટ એન્ડ્રોઈડ 11 OS પર રન કરે છે. તેમાં 10.5 ઈંચની WUXGA TFT ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1,920x1,200 પિક્સલ છે. તેનો આસ્પેક્ટ રેશિયો 16:10, સ્ક્રીન ટુ બોડી રેશિયો 80% છે.
- ટેબ્લેટ 2GHz ઓક્ટા કોર પ્રોસેસરથી સજ્જ છે.
- સેમસંગના આ ટેબમાં 8MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 5MPનો ફ્રન્ટ કેમેરા છે. તેમાં ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે ક્વૉડ સ્પીકર સેટઅપ છે.
- ટેબમાં 7,040mAhની બેટરી છે. તે 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ટેબ્લેટમાં સેમસંગ નોક્સ ડિફેન્સ ગ્રેડ સિક્યોરિટી પ્લેટફોર્મ મળેછે. ટેબ્લેટનું ડાયમેન્શન 246.8x161.9x6.9mm અને વજન 508 ગ્રામ છે.
- કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, વાઈફાઈ 5, બ્લુટૂથ V5, USB ટાઈપ-C પોર્ટ અને 3.5mm ઓડિયો જેક મળે છે. ટેબ્લેટમાં એક્સેલેરોમીટર, કમ્પાસ, જાયરોસ્કોપ, લાઈટ, હૉલ, GPS,ગ્લોનાસ, બીડો અને ગેલિલિયો સામેલ છે.