બિગ ડિસ્કાઉન્ટ:10 હજાર રૂપિયા સસ્તો થયો સેમસંગ ગેલેક્સી S20+ BTS એડિશન સ્માર્ટફોન, જાણો નવી કિંમત અને ઓફર્સ

એક વર્ષ પહેલા
 • ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ, વાયરલેસ ચાર્જિંગ અને રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળે છે
 • ફ્રન્ટમાં પંચ હોલ કટઆઉટ સાથે 10MPનો ફ્રન્ટ કેમેરા મળે છે

સેમસંગે ભારતમાં તેના ફ્લેગશિપ સ્માર્ટફોન ગેલેક્સી S20+ BTS એડિશનની કિંમતમાં 10 હજાર રૂપિયાના ઘટાડો કર્યો છે. નવી કિંમત સેમસંગ ઈન્ડિયાની ઓફિશિયલ સાઈટ પર લાઈવ થઈ છે. કંપનીએ જૂન મહિનામાં આ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. આ એડિશન સાઉથ કોરિયન પોપ સેન્સેશનથી ઈન્સ્પાયર્ડ છે. તે પર્પલ બેક પેનલ સાથે આવે છે. આ વેરિઅન્ટનાં સ્પેસિફિકેશન રેગ્યુલર ગેલેક્સી S20+ જેવાં જ છે. તેમાં ફરક એટલો છે કે રિયર પેનલ પર બેન્ડનો લોગો અને કેટલીક પ્રિ-લોડેડ BTS પ્રેરિત થીમ છે.

ગેલેક્સી S20+ BTS એડિશનની નવી કિંમત

 • કંપનીએ આ ફોનને જૂન મહિનામાં 87,999 રૂપિયાના પ્રાઈસ ટેગ સાથે લોન્ચ કર્યો હતો. આ કિંમત તેનાં 128GB સિંગલ સ્ટોરેજ વેરિઅન્ટની છે.
 • કંપનીએ તેની કિંમતમાં 10 હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે કંપનીની સાઈટ પર ફોન 77,999 રૂપિયામાં લિસ્ટ થયો છે.
 • જોકે કંપનીએ પ્રાઈસ કટ વિશે ઓફિશિયલી કોઈ જાહેરાત કરી નથી.
 • કંપની તેના પર નો કોસ્ટ EMI ઓપ્શન ઓફર કરી રહી છે, જે 12,999.83 રૂપિયાથી શરૂ થાય છે.
 • HDFC બેંકનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડથી EMI પર 1500 રૂપિયા સુધીનું 10% ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.
 • એરટેલ મની/પેમેન્ટ્સ બેંકના માધ્યમથી ઓછામાં ઓછા 2 હજાર રૂપિયાનું ટ્રાન્જેક્શન કરનારા ગ્રાહકોને 200 રૂપિયાનું કેશબેક પણ મળી રહ્યું છે.

ગેલેક્સી S20+ BTS એડિશન: બેઝિક સ્પેસિફિકેશન

 • આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 10 પર બેઝ્ડ વનયુઆઈ પર કામ કરે છે.
 • તેમાં 6.7 ઈંચની QHD ઈન્ફિનિટી ઓ ડાયનેમિક AMOLED ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1440x3200 પિક્સલ છે. તે 120Hzનો રિફ્રેશ રેટ ધરાવે છે.
 • ફોન ઓક્ટા કોર Exynos 990 પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 8GBની રેમ મળે છે.
 • ફોટોગ્રાફી માટે તેમાં 64MP+ 12MP+ ડેપ્થ સેન્સર સાથેનું ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે.
 • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 10MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.
 • કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, વાઈફાઈ 6, બ્લુટૂથ 5.1, GPS/AGPS અને USB ટાઈપ સી પોર્ટ મળે છે.
 • સિક્યોરિટી માટે ફોનમાં ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.
 • ફોન ફાસ્ટ ચાર્જિંગ, વાયરલેસ ચાર્જિંગ અને રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે 4500mAhની બેટરી મળે છે.
અન્ય સમાચારો પણ છે...