અપકમિંગ:સેમસંગ ‘ગેલેક્સી નોટ 20 પ્લસ’માં એક્સીનોસ 992 પ્રોસેસર અને ટ્રિપલ રિઅર કેમેરા મળી શકે છે

3 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌ. OnLeak અને Pigtou - Divya Bhaskar
સૌ. OnLeak અને Pigtou
 • લીક અનુસાર ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા અને સિંગલ પંચ હોલ ડિસ્પલે મળશે
 • ફોનનાં બ્લેક અને કોપર કલર વેરિઅન્ટ લોન્ચ થશે
 • ફોનમાં એક્સીનોસ 992 પ્રોસેસર મળી શકે છે

કોરિયન ટેક કંપની સેમસંગ ગેલેક્સી S 20 સિરીઝ લોન્ચ કર્યાં બાદ હવે ‘ગેલેક્સી નોટ 20’સિરીઝનાં લોન્ચિંગની તૈયારીમાં છે. લોન્ચિંગ પહેલાં આ સિરીઝના સ્માર્ટફોન ‘ગેલેક્સી નોટ 20 પ્લસ’ની તસવીર લીક થઈ છે. ઓનલીકનાં લીક અનુસાર ફોનનાં બ્લેક અને કોપર કલર વેરિઅન્ટ લોન્ચ થશે.

‘ગેલેક્સી નોટ 20 પ્લસ’નાં બેઝિક સ્પેસિફકેશન

 • કોરિયન મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ સિરીઝના ફોનમાં એક્સીનોસ 992 પ્રોસેસર મળી શકે છે.
 • આ સિરીઝનાં ફોનમાં સિંગલ પંચ હોલ ડિસ્પ્લે મળશે. ડિસ્પ્લેની સાઈઝ 6.9 ઈંચની હોઈ શકે છે.
 • ફોનમાં 5G કનેક્ટિવિટી પણ મળી શકે છે.
 • ‘ગેલેક્સી નોટ 20 પ્લસ’માં 3 રિઅર કેમેરા સેટએપ મળશે, જેમાંથી પ્રાઈમરી રિઅર કેમેરા 64MPનો હોઈ શકે છે
 • ફોનની ડાબી બાજુ વોલ્યુમ અને પાવર બટન મળશે. ફોનનાં બોટમમાં સાઉન્ડ ગ્રીલ અને USB પોર્ટ મળશે.
 • ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 4500mAhની બેટરી મળી શકે છે.
 • જોકે ફોનની કિંમત, લોન્ચ અને સ્પેસિફિકેશન વિશે કંપનીએ સ્પષ્ટતા કરી નથી.
અન્ય સમાચારો પણ છે...