તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Samsung 'Galaxy M31s' Smartphone With 64MP Primary Rear Camera Will Be Launched On July 30, Find Out Its Features And Specifications

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્ફર્મ:64MP પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતો સેમસંગ ‘ગેલેક્સી M31s’ સ્માર્ટફોન 30 જુલાઈએ લોન્ચ થશે, જાણો તેનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન

7 મહિનો પહેલા
 • ફોનમાં 64MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળશે
 • ફોનમાં 25 વૉટના ફાસ્ટ ચાર્જિંગ સાથે 6000mAhની બેટરી મળશે
 • ઈનોવેટિવ ‘સિંગલ ટેક’ ફીચરની મદદથી યુઝર્સ એક ક્લિકમાં મલ્ટિપલ ફોટો અને વીડિયો શૂટ કરી શકશે
 • ફોનનું 64GB +128GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ ભારતમાં ચાઈનીઝ પ્રોડક્ટના વિરોધ વચ્ચે પોતાનો પોર્ટફોલિયો વધારવા માટે ઘણી એક્ટિવ જોવા મળી રહી છે. કંપનીએ ભારતમાં M સિરીઝના અન્ય એક સ્માર્ટફોન ‘ગેલેક્સી M31s’નાં લોન્ચિંગની જાહેરાત કરી છે. કંપનીએ એમેઝોન પર તેનું ટીઝર પેજ રિલીઝ કર્યું છે.

‘ગેલેક્સી M31s’ની ખરીદી ગ્રાહકો એમેઝોન પરથી કરી શકશે. આ ફોનમાં ‘L’ શૅપ 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. તેમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે.

‘ગેલેક્સી M31s’નાં બેઝિક સ્પેસિફિકેશન

 • એમેઝોનનાં ટીઝર પેજ મુજબ, આ ફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. તેમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે.
 • કંપનીએ આ ફોનમાં ઈનોવેટિવ સિંગલ ટેક ફીચર આપ્યું છે. તેની મદદથી યુઝર્સ એક ક્લિકમાં મલ્ટિપલ ફોટો અને વીડિયો શૂટ કરી શકશે.
 • આ ફોનમાં 25 વૉટના ફાસ્ટ ચાર્જિંગ સાથે 6000mAhની બેટરી મળશે, જે રિવર્સ ચાર્જિંગ પણ સપોર્ટ કરશે.
 • ફોનની ડિસ્પ્લે ફુલ HD+ રિઝોલ્યુશન સપોર્ટ કરશે.
 • કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે ફોનમાં 6.4 ઈંચની ડિસ્પ્લે મળી શકે છે.
 • ફોનનું 64GB +128GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
 • ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળશે. કંપની ‘ગેલેક્સી M31s’માં એક્સીનોસ 9611 પ્રોસેસર આપી શકે છે.
 • સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે.
 • ફોનની કિંમત 20,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો