સેમસંગ ગેલેક્સી M21 2021 લોન્ચ:48MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને 6000mAhની બેટરી મળશે, બેઝિક વેરિઅન્ટની કિંમત ₹12,499

એક વર્ષ પહેલા
  • લોન્ચિંગ ઓફક હેઠળ HDFC બેંકના ગ્રાહકોને 10%નું ડિસ્કાઉન્ટ મળશે
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 20MPનો ફ્રન્ટ કેમેરા છે
  • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સ્કેનર મળે છે

સેમસંગે 'ગેલેક્સી M21 2021' એડિશન લોન્ચ કરી છે. ગયા વર્ષે લોન્ચ થયેલાં M21નું આ અપગ્રેડેડ વર્ઝન છે. ફોનમાં 6,000mAhની પાવરફુલ બેટરી સાથે ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. ફોનમાં વૉટર ડ્રોપ નૉચ ડિસ્પ્લે છે. ભારતીય માર્કેટમાં તેની ટક્કર રેડમી નોટ 10 અને રિયલમી નાર્ઝો 30થી થશે.

સેમસંગ ગેલેક્સી M21 2021 એડિશનની કિંમત
ફોનનાં 2 સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થયાં છે. 4GB+64GB વેરિઅન્ટની કિંમત 12,499 રૂપિયા છે. 6GB+128GB વેરિઅન્ટની કિંમત 14,499 રૂપિયા છે. ફોનનાં આર્કિટિક બ્લૂ અને ચારકોલ બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. તેની ખરીદી 26 જુલાઈએથી એમેઝોન પ્રાઈમ ડેઝ સેલથી કરી શકાશે. આ સાથે જ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ Samsung.com અને અન્ય રિટેલ સ્ટોર્સ પરથી પણ કરી શકાશે.

સેમસંગ ગેલેક્સી M21 2021 એડિશન પર ઓફર
લોન્ચિંગ ઓફર હેઠળ HDFC બેંકના ગ્રાહકોને 10%નું ડિસ્કાઉન્ટ મળશે. તો ICICI બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ફોન ખરીદવા પર 1000 રૂપિયાનું કેશબેક મળશે. આ ઓફર ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્લેટફોર્મ પર મળશે.

સેમસંગ ગેલેક્સી M21 2021 એડિશનનાં સ્પેસિફિકેશન

  • આ ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ 11 બેઝ્ડ OneUI કોર 3.1 OS પર રન કરે છે. ફોનમાં 6.4 ઈંચની FHD+ સુપર AMOLED ઈન્ફિનિટી-U ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1,080x2,340 પિક્સલ છે.
  • તેમાં ઓક્ટાકોર એક્સીનોસ 9611 પ્રોસેસર છે. તેમાં 48MP (પ્રાઈમરી કેમેરા)+ 8MP (અલ્ટ્રાવાઈડ શૂટર) +5MP ડેપ્થ સેન્સર)નું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 20MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં 4G VoLTE, Wi-Fi, બ્લુટૂથ, GPS/ A-GPS, USB Type-C અને 3.5mmના ઓડિયો જેક સહિતના ઓપ્શન મળે છે. સિક્યોરિટી માટે ફોનની બેકમાં ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.
  • ફોનમાં 6,000mAhની બેટરી છે. તે 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.