ન્યૂ પ્લાન:M સિરીઝમાં એક નવો સ્માર્ટફોન લોન્ચ કરશે સેમસંગ, 7000mAhની બેટરી અને એન્ડ્રોઈડ 11 OS મળી શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગેલેક્સી M12 2021ની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે
  • આ સ્માર્ટફોનને કેટલાક માર્કેટમાં ગેલેક્સી F12 નામથી લોન્ચ કરવામાં આવી શકે છે

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ હવે M સિરીઝમાં લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ પ્રમાણે, સેમસંગ ગેલેક્સી M12ને BIS પાસેથી સર્ટિફિકેશન મેળવી લીધું છે. લેટેસ્ટ ડેવલપમેન્ટથી માલુમ પડે છે કે, નવો સ્માર્ટફોન ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે.

સેમસંગનો આ અપકમિંગ સ્માર્ટફોન બેન્ચમાર્ક પોર્ટલ ગીકબેન્ચ પર લિસ્ટ થયો છે. લિસ્ટિંગ મુજબ, સ્માર્ટફોન એક્સીનોસ 850 પ્રોસેસરથી સજ્જ હોઈ શકે છે. આ પ્રોસેસર સાથે ગેલેક્સી A21sએ ડેૂબ્યુ કર્યું હતું. ગેલેક્સી M12ને ગેલેક્સી M11ના અપગ્રેડેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનને કેટલાક માર્કેટમાં ગેલેક્સી F12થી લોન્ચ કરવામાં આવી શકે છે.

MySmartPriceના રિપોર્ટ પ્રમાણે, એક સેમસંગ ફોનને મોડેલ નંબર SM-M127G/DS સાથે BIS વેબસાઈટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, BIS સર્ટિફિકેશન સાઈટ પર ગેલેક્સી M12 અથવા ગેલેક્સી F12 વિશે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. જોકે કેટલાક રિપોર્ટ પરથી કહી શકાય કે બંને ફોન એકજેવા જ હોઈ શકે છે.

સેમસંગ ગેલેક્સી M12: બેઝિક સ્પેસિફિકેશન (સંભવિત)

  • ગીકબેન્ચના લિસ્ટિંગ પ્રમાણે ફોન એક્સીનોસ 850 પ્રોસેસર અને 3GB રેમથી સજ્જ હશે. ફોન એન્ડ્રોઈડ 11 OS પર રન કરશે.
  • આ મહિનાની શરૂઆતમાં મોડેલ નંબર SM-M127Fવાળા સેમસંગ ફોન બ્લુટૂથ SIG અને વાઈફાઈ અલાયન્સ વેબસાઈટ પર જોવા મળ્યો. લિસ્ટિંગ પ્રમાણે તેમાં બ્લુટૂથ v5.0 અને સિંગલ બેન્ડ (2.4GHz) વાઈફાઈ મળશે.
  • અપકમિંગ સ્માર્ટફોનના કેટલાક રેન્ડર્સ પ્રમાણે, ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળી શકે છે. ફોનમાં સ્ક્વેર શૅપ રિઅર કેમેરા મોડ્યુલ મળશે. રેન્ડર્સમાં USB ટાઈપ સી પોર્ટ અને 3.5mm હેડફોન જેકની પણ હિન્ટ મળે છે. આ સિવાય ફોન એક વૉટરડ્રોપ સ્ટાઈલ ડિસ્પ્લે નૉચ સાથે આવશે.
  • ગેલેક્સી M12માં 6.7 ઈંચની ડિસ્પ્લે અને 7000mAhની બેટરી મળી શકે છે. ફોનનું લોન્ચિંગ 2021ની શરૂઆતમાં જ થઈ શકે છે.