અપકમિંગ:સેમસંગના ‘ગેલેક્સી ફોલ્ડ 2’ સ્માર્ટફોનમાં 5G સપોર્ટ અને 25 વૉટનું ફાસ્ટ ચાર્જર મળશે

2 વર્ષ પહેલા
 • ફોનમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે
 • ‘ગેલેક્સી ફોલ્ડ 2’ની કિંમત 1.44 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે
 • એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળી શકે છે

સાઉથ કોરિયન ટેક કંપની તેના અપકમિંગ ફોલ્ડેબલ ફોન ‘ગેલેક્સી ફોલ્ડ 2’નાં લોન્ચિંગની તૈયારીમાં છે. લોન્ચિંગ પહેલાં સ્માર્ટફોનનાં અનેક લીક્સ સામે આવી ચૂક્યા છે. હવે ફોનનું લિસ્ટિંગ ચાઈનીઝ સર્ટિફિકેશન સાઈટ પર થયું છે. તેમાં ફોનનાં કેટલાક સ્પેસિફિકેશન સામે આવ્યાં છે. તે મુજબ ફોનમાં 5G  સપોર્ટ અને 25 વૉટનું ફાસ્ટ ચાર્જર મળશે.

આ સર્ટિફિકેશન 3 જુલાઈનું છે. તે મુજબ ફોનનો મોડેલ નંબર SM-F9160 છે. કંપની ઓગસ્ટના પ્રથમ અઠવાડિયાંમાં ફોનનું લોન્ચિંગ કરી શકે છે.

‘ગેલેક્સી ફોલ્ડ 2’નાં બેઝિક સ્પેસિફિકેશન

 • લીક્સ અને મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ફોનમાં 7.59 ઈંચની ડિસ્પ્લે મળી શકે છે. તેમાં 120Hzનો રિફ્રેશ રેટ મળશે.
 • આ ફોલ્ડેબલ ફોનમાં S પેન સપોર્ટ પણ મળશે.
 • ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળી શકે છે.
 • ફોનમાં 64MP + 12MP + 16MPનું રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે.
 • સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે 16MPનો સિંગલ પંચહોલ કેમેરા મળી શકે છે.
 • ફોનનું 12GB + 256GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
 • સેમસંગનો આ ફોલ્બલ ફોન હોરિઝોન્ટલી ફોલ્ડ થશે.
 • ફોનની ડાબી બાજુ વોલ્યુમ અને પાવર બટન મળશે.
 • ગેલેક્સી ફોલ્ડ કરતાં આ ફોનની કિંમત ઓછી હોવાની સંભાવના છે. ‘ગેલેક્સી ફોલ્ડ 2’ની કિંમત 1.44 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
અન્ય સમાચારો પણ છે...