તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સ્માર્ટ બેન્ડ:સ્લીપ પેટર્ન સાથે સ્ટ્રેસ લેવલ પણ મોનિટર કરશે સેમસંગનો સસ્તો બેન્ડ ‘ગેલેક્સી ફિટ 2’, જાણો તેની કિંમત અને ફીચર્સ

5 દિવસ પહેલા
 • ગેલેક્સી ફિટ 2ની કિંમત 3,999 રૂપિયા છે, તે બ્લેક અને સ્કારલેટ કલર ઓપ્શનમાં અવેલેબેલ છે
 • તેમાં 1.1 ઈંચની AMOLED ડિસ્પ્લે છે, જે 450 નિટ્સની બ્રાઈટનેસ આપે છે

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે તેનો લેટેસ્ટ ફિટનેસ બેન્ડ ‘ગેલેક્સી ફિટ 2’ ભારતમાં લોન્ચ કર્યો છે. કંપનીએ તેને ગત મહિને લાઈફ અનસ્ટોપેબલ વર્ચ્યુઅલ ઈવેન્ટમાં શૉકેસ કર્યો હતો. કંપનીનો દાવો છે કે ગેલેક્સી ફિટ 2 AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. એક વાર ચાર્જ કરવા પર તે 21 દિવસનું બેકઅપ આપે છે સાથે તેમાં અનેક વર્ક આઉટ મોડ સપોર્ટ પણ મળે છે.

કોરોનાવાઈરસ મહામારીને ધ્યાનમાં રાખીને કંપનીએ બેન્ડમાં હેન્ડ વૉશ ફીચર પણ ઉમેર્યું છે. તે સમયાંતરે હાથ ધોવા માટે યાદ કરાવે છે. બેન્ડ 5 ATM વૉટર રેઝિસ્ટન્સ છે. તેના 2 કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

સેમસંગ ગેલેક્સી ફિટ 2: કિંમત અને ઉપલબ્ધતા

 • ભારતમાં સેમસંગના આ લેટેસ્ટ બેન્ડની કિંમત 3,999 રૂપિયા છે. તેનાં બ્લેક અને સ્કારલેટ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.
 • એમેઝોન, કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ઓફલાઈન રિટેલ સ્ટોર પરથી તેની ખરીદી કરી શકાશે.

સેમસંગ ગેલેક્સી ફિટ 2: સ્પેસિફિકેશન અને ફીચર્સ

 • બેન્ડમાં 1.1 ઈંચની AMOLED ડિસ્પ્લે મળે છે, જે 450 નિટ્સની બ્રાઈટનેસ આપે છે.
 • બેન્ડમાં એક ફ્રન્ટ ટચ બટન આપવામાં આવ્યું છે, જે ઈઝી નેવિગેશન અને વેકઅપ, રિટર્ન ટુ હોમ અને કેન્સલ જેવાં સરળ ફંક્શન કરવા માટે સક્ષમ છે.
 • યુઝર્સ 70થી વધારે વોચ ફેસિસ ડાઉનલોડ કરી શકે છે. એક વારમાં 12 ડેડિકેટેડ વિજેટ સેટ કરી શકાશે.
 • હેલ્થ એપથી 5 ઓટોમેટિક વર્કઆઉટ અને પ્રિસેટનાં માધ્યમથી તે આશરે 90થી વધારે વર્કઆઉટ ટ્રેક કરે છે.
 • બેન્ડ સ્લીપ મોનિટરિંગ સપોર્ટ કરે છે. તે ઊંઘને વેક, REM, લાઈટ અને ડીપ એમ 4 ચરણમાં દર્શાવે છે.
 • તે સ્ટ્રેસ ટ્રેકિંગ પણ સપોર્ટ કરે છે. જે યુઝર તણાવમાં હોય તો તેને અલર્ટ કરે છે. સ્ટ્રેસ લેવલ જાણવા માટે તે એક બ્રિધિંગ ગાઈડ સજેસ્ટ કરે છે.
 • તે ફોનનાં મ્યૂઝિક પ્લેયર પર ક્વિક એક્સેસ પણ સપોર્ટ કરે છે.
 • બેન્ડ 5 ATM વૉટર રેઝિસ્ટન્સ છે અને વૉટર લોક મોડ સાથે આવે છે. આ મોડ સ્વિમિંગ સેશન અથવા કોઈ પણ વૉટર બેઝ઼્ડ એક્ટિવિટી દરમિયાન કામ કરે છે.
 • બેન્ડમાં 159mAhની બેટરી છે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જમાં રેગ્યુલર ઓપરેશન પર તે 15 દિવસની બેટરી લાઈફ આપે છે. ઓછાં ફંક્શનના ઉપયોગ પર તે 21 દિવસનું બેકઅપ આપે છે. તેનું વજન માત્ર 21 ગ્રામ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો