તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ તેનો અપકમિંગ F સિરીઝ સ્માર્ટફોન ગેલેક્સી F62 સોમવારે 15 ફેબ્રુઆરીએ લોન્ચ કરશે. કંપનીએ ફ્લિપકાર્ટ પર પ્રોમો પેજ શેર કરી તેની લોન્ચિંગ ડેટ કન્ફર્મ કરી છે. કંપની લોન્ચિંગ પહેલાં તેનાં સ્પેસિફિકેશન્સ ટીઝ કરી રહી છે. કંપનીએ ફોનની કિંમતનો ખુલાસો કરતા કહ્યું છે કે ફોન 20થી 25 હજાર રૂપિયાની આસપાસ લોન્ચ થશે. F સિરીઝનો કંપનીનો આ બીજો સ્માર્ટફોન છે. પ્રથમ સ્માર્ટફોન તરીકે કંપની ગેલેક્સી F41 લોન્ચ કરી ચૂકી છે.
7000mAhની બેટરી મળશે
ફ્લિપકાર્ટના ડેડિકેટેડ પેજ પ્રમાણે, ફોનમાં 4 રિઅર કેમેરા મળશે, જેમાં 64MPનો પ્રાઈમરી કેમેરા મળશે. સેલ્ફી માટે પંચ હોલ કટઆઉટ હશે, 7000mAhની બેટરી અને એક sAMOLED ડિસ્પ્લે હશે. સેમસંગ ગેલેક્સી F62 સ્માર્ટફોનમાં 7nm એક્સીનોસ 9825 પ્રોસેસર અને માલી G79 GPU મળશે.
15 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે લોન્ચ થશે
કંપની આ સ્માર્ટફોન 15 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યે લોન્ચ કરશે. તેની કિંમત 20,000થી 25,000 રૂપિયા વચ્ચે હશે. જોકે તે સ્પષ્ટ નથી કે સ્માર્ટફોનમાં રેમ અને સ્ટોરેજનાં કયાં વેરિઅન્ટ લોન્ચ થશે.
6.7 ઈંચની sAMOLED ડિસ્પ્લે
સેમસંગ ગેલેક્સી F62નાં કેટલાક લીક્સ પહેલાંથી જ લોન્ચ થઈ ચૂક્યા છે. ફોનમાં 6.7 ઈંચની સુપર AMOLED ડિસ્પ્લે મળશે. તેનું 6GB+128GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. ફોન એન્ડ્રોઈડ 11 ઓપરેટિંગ સાથે લોન્ચ થઈ શકે છે. ફોનનાં બ્લૂ અને ગ્રીન કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
એક્સીનોસ 9825 પ્રોસેસરથી સજ્જ હશે સ્માર્ટફોન
સેમસંગ ગેલેક્સી F62ના પર્ફોર્મન્સને બૂસ્ટ કરવા માટે એક્સીનોસ 9825 પ્રોસેસરનો ઉપયોગ કરશે. તેને બેન્ચમાર્ક સાઈટ AnTuTu તરફથી 4,52,000 કરતાં વધારે અને ગીકબેન્ચ તરફથી 2400 સ્કોર મળ્યો છે. આ જ પ્રોસેસર ગેલેક્સી નોટ 10 સિરીઝમાં પણ મળે છે. ડિસેમ્બરની શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે સેમસંગ ગેલેક્સી F62નું પ્રોડક્શન કંપનીના ગ્રેટ નોઈડા સ્થિત પ્લાન્ટમાં મોટા પાયે કરવામાં આવશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.