• Gujarati News
  • Utility
  • Gadgets
  • Samsung Galaxy F23 5G Phone Launched In 2 Color Options, Equipped With Triple Rear Camera Starting At ₹ 17,499.

ન્યૂ લોન્ચ:સેમસંગ ગેલેક્સી F23 5G ફોન 2 કલર ઓપ્શનમાં લોન્ચ, ટ્રિપલ રિઅર કેમેરાથી સજ્જ આ ફોનની પ્રારંભિક કિંમત ₹17,499, 16 માર્ચથી વેચાણ શરૂ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેમસંગ ગેલેક્સી F23 5G સ્માર્ટફોન ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તે સેમસંગ ગેલેક્સી F22 ફોનનો સક્સેસર હશે. જૂનું મોડેલ ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમાં ટ્રિપલ રિઅર કેમેરા આપવામાં આવ્યો છે અને તે ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 750G SoC પર ચાલે છે. સેમસંગ ગેલેક્સી F23 5Gમાં પણ વોઇસ ફોકસ ફીચર પ્રીલોડેડ આવે છે. આ કોલ કરતી વખતે આસપાસના અવાજને ઘટાડવામાં અને અવાજને વિસ્તૃત કરવામાં મદદ કરે છે. સેમસંગ ગેલેક્સી F23 5G, Redmi Note 11T 5G, iQoo Z3 અને Realme 9 Pro 5G સાથે કોમ્પિટિશન કરશે.

સેમસંગ ગેલેક્સી F23 5Gનું વેચાણ 16 માર્ચે બપોરે 12 વાગ્યે શરૂ થશે
સેમસંગ ગેલેક્સી F23 5Gનું વેચાણ 16 માર્ચે બપોરે 12 વાગ્યે શરૂ થશે

પ્રારંભિક કિંમત 17,499 રૂપિયા
ભારતમાં સેમસંગ ગેલેક્સી F23 5Gની કિંમત 4GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે 17,499 રૂપિયા છે, જ્યારે તેના 6GB+128GB મોડેલની કિંમત 18,499 રૂપિયા છે. ફોન બે કલર ઓપ્શનમાં અવેલેબલ છે. તેમાં એક્વા બ્લુ અને ફોરેસ્ટ ગ્રીન કલર્સનો સમાવેશ થાય છે. સેમસંગ ગેલેક્સી F23 5Gનું વેચાણ 16 માર્ચે બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ, Samsung.com અને દેશભરમાં સિલેક્ટેડ રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે.

સેમસંગ ગેલેક્સી F23 5G પર લોન્ચ ઓફર હેઠળ ICICI બેંક કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે 1,000 રૂપિયાનું કેશબેક સામેલ છે. આ સાથે બે મહિનાની યુટ્યુબ પ્રીમિયમ મેમ્બરશિપ પણ આપવામાં આવી રહી છે.

સેમસંગ ગેલેક્સી F23 5G સ્ટાન્ડર્ડ તરીકે 128GB ઓનબોર્ડ સ્ટોરેજ સાથે આવે છે
સેમસંગ ગેલેક્સી F23 5G સ્ટાન્ડર્ડ તરીકે 128GB ઓનબોર્ડ સ્ટોરેજ સાથે આવે છે

સ્પેસિફિકેશન્સ

  • સેમસંગ ગેલેક્સી F23 5G ટોપ પર વન UI 4.1 સાથે એન્ડ્રોઇડ 12 પર ચાલે છે. ફોનમાં બે વર્ષની OS અપગ્રેડ અને ચાર વર્ષનો સિક્યોરિટી અપડેટ આપવામાં આવ્યો છે.
  • તેમાં 120Hz રિફ્રેશ રેટ અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે 6.6-ઇંચની ફુલ HD+ ઇન્ફિનિટી U ડિસ્પ્લે આપવામાં આવી છે. સેમસંગ ગેલેક્સી F23 5G ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 750G SoC પર ચાલે છે. તેમાં 6GB વર્ચ્યુઅલ રેમ એક્સપાન્શન સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.
  • ફોન ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવે છે, જેમાં f/1.8 લેન્સ સાથે 50-મેગાપિક્સલ સેમસંગ IsoSense JN1 પ્રાઇમર સેન્સરનો સમાવેશ થાય છે. કેમેરા સેટઅપમાં 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ શૂટર અને 2-મેગાપિક્સલનો મેક્રો શૂટર પણ છે. સેલ્ફી અને વીડિયો ચેટ માટે સેમસંગ ગેલેક્સી F23 5Gમાં ફ્રંટમાં 8-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ સેન્સર છે.
  • સેમસંગ ગેલેક્સી F23 5G સ્ટાન્ડર્ડ તરીકે 128GB ઓનબોર્ડ સ્ટોરેજ સાથે આવે છે, જેને માઇક્રોએસડી કાર્ડ સ્લોટ દ્વારા 1TB સુધી વધારી શકાય છે.
  • કનેક્ટિવિટી ઓપ્શન્સમાં 5G, 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ, GPS/ A-GPS, NFC, USB Type-C અને 3.5mm હેડફોન જેકનો સમાવેશ થાય છે. ફોન NFC પર સેમસંગ પે સપોર્ટ સાથે પણ આવે છે. આ સિવાય, વધુ સારા ઓડિયો પ્લેબેક માટે ડોલ્બી એટમોસ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...