સેમસંગે ભારતીય મોબાઇલ માર્કેટમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોનનું નામ ગેલેક્સી F13 છે. આ એક મિડ રેન્જ સ્માર્ટફોન છે અને કંપનીએ તેમાં ઘણાં સારાં ફીચર્સ સામેલ કર્યા છે. તેના મુખ્ય સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 6000mAhની બેટરી, ફુલ HD+ ડિસ્પ્લે, 60Hzનો રિફ્રેશ રેટ મળશે. ચાલો જાણીએ આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ, ફીચર્સ, કેમેરા અને કિંમત વિશે. સેમસંગનો આ ફોન રેડમી, રિયલમી અને વિવોના સ્માર્ટફોનને ટક્કર આપશે.
સ્પેસિફિકેશન્સ
સેમસંગ ગેલેક્સી F13ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 16.62cmની ફુલ HD+ ડિસ્પ્લે મળશે. તેનો રિફ્રેશ રેટ પણ 60Hz છે. તેમાં 480 નીટની પીક બ્રાઈટનેસ મળે છે.
રેમ અને ચિપસેટ
સેમસંગનો આ સ્માર્ટફોન કંપનીના ઇનહાઉસ ચિપસેટ Octa-core Exynos 850 ચિપસેટ પર કામ કરે છે. તેમાં 4GB રેમ અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ મળશે, આ રેમને 4GB સુધી એક્સપેન્ડ કરી શકાય છે, જે વર્ચ્યુઅલ રેમ છે. આમાં યૂઝર્સ જરૂર પડ્યે 1TB સુધીનું SD કાર્ડ લગાવી શકે છે.
કેમેરા સેટઅપ
સેમસંગ ગેલેક્સી F13ના કેમેરા સેટઅપની વાત કરીએ તો તેમાં બેક પેન પર ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. પ્રાઇમરી કેમેરા 50MPનો છે. આ ઉપરાંત સેકન્ડરી કેમેરા અલ્ટ્રા વાઇડ એંગલનો લેન્સ છે. ત્રીજો લેન્સ ડેપ્થ સેન્સર છે. સેલ્ફી માટે તેમાં 8MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ
સેમસંગ ગેલેક્સી F13માં 6000mAhની બેટરી આપવામાં આવી છે, જે 15 વોટ ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. તેમાં AI પાવર મેનેજમેન્ટની સુવિધાઓ પણ છે. પાવર સેવિંગ માટે AI પાવર મેનેજમેન્ટ ફીચર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કિંમત
સેમસંગ ગેલેક્સી F13ની કિંમતની વાત કરીએ તો તે બે વેરિએન્ટમાં આવે છે. પ્રારંભિક વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે, જેમાં 4 GB + 64 GB સ્ટોરેજ મળે છે. જ્યારે બીજા વેરિયન્ટની કિંમત 12,999 રૂપિયા છે, જેમાં 4GB+ 128GB સ્ટોરેજ મળે છે. આ ફોન ત્રણ કલરમાં આવે છે વોટરફોલ બ્લૂ, સનરાઇઝ કોપર અને નાઇટ સ્કાય ગ્રીન.
સેમસંગ ગેલેક્સી F13માં ઓટો ડેટા સ્વિચિંગ ફીચર આપવામાં આવ્યું છે
સેમસંગ ગેલેક્સી F13માં પહેલાથી જ ઓટો ડેટા સ્વિચિંગનો વિકલ્પ છે. આમાં કોલિંગ દરમિયાન સિમ-1 થી આવતા ડેટા ઓટોમેટિક સિમ-2 માં ચાલ્યા જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.