ટેક ન્યુઝ:Samsung Galaxy-A73 એક સંપૂર્ણ મિડ-રેન્જ ફોન, કંપનીએ તેમની ફોર્મ્યુલા જાળવી રાખી

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગયા વર્ષે જ્યારે સેમસંગે મિડ-રેન્જ સેગમેન્ટમાં તેનું A-72 ડિવાઇસ લોન્ચ કર્યું હતું, ત્યારે તેને ખૂબ જ પ્રશંસા મળી હતી. આ મોડેલની કિંમત ઊંચી હોવા છતાં ફોનમાં સ્પીકર્સ અને પ્રોસેસર ખૂબ જ નબળાં હતા જોકે, ફોનની સ્ક્રીન, બેટરી લાઈફ અને કેમેરા સેટઅપ સારું હતું. સેમસંગે નવા A-73 ડિવાઇસ સાથે તેની ફોર્મ્યુલા જાળવી રાખી છે, પરંતુ તે પાછલાં મોડેલમાં યુઝર્સને થતી તકલીફોનું નિરાકરણ આ મોડેલમાં કરી શકી નથી. તેના બદલે તેની કિંમત 41,999 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. મિડ-ફોન સેગમેન્ટના બજારની તુલનામાં તેની કિંમત થોડી વધારે છે. કેમેરાને વધુ પિક્સેલમાં અપગ્રેડ કરવામાં આવ્યો છે, પરંતુ આ સેગ્મેન્ટના છેલ્લાં મોડેલમાં જોવા મળેલી ખામીઓ આ નવા મોડેલમાં પણ હજુ યથાવત છે.

ડિઝાઈન
A-72 મોડેલની ડિઝાઇન S20FE કરતાંવધુ સારી હતી. સદ્ભાગ્યે, સેમસંગે ડિઝાઇનના પાસામાં કોઈ ફેરફાર કર્યો નથી. ફોનમાં મોટી સ્ક્રીન છે, પરંતુ એકદમ સ્ક્વોરીશ બેઝલ્સ વધુ કર્વ્ડ ડિઝાઇન કરતાં વધુ સારી રીતે હેન્ડલિંગ માટે પરવાનગી આપે છે. મીન્ટ કલર જે અમને સમીક્ષા માટે મળ્યો છે, તે ફોનને વધુ આકર્ષક દેખાવ આપે છે, પરંતુ પ્લાસ્ટિકની ગુણવત્તા કિંમતને ન્યાય આપતી નથી. વોલ્યુમ અને પાવર બટન જમણી બાજુએ છે, પરંતુ ગોઠવણી થોડી વિચિત્ર છે. સ્ક્રીનની સાઇઝને જોતાં બટન થોડા ઓછા હોવા જોઈતા હતા, જેથી તમારે એક હાથથી ફોનને હેન્ડલ કરવા માટે સરકાવવાની જરૂર ના પડે. બસ દુઃખની વાત એ છે કે, આ મોડેલમાં હેડફોન જેક કાઢી નાખવામાં આવ્યો છે.

સ્ક્રીન અને સ્પીકર્સ
આ એક પાસું છે જ્યાં સેમસંગે તેના એકપણ ડિવાઇસમાં યુઝર્સને નિરાશ કર્યા નથી. સુપર Amoled + ડિસ્પ્લે ફોનનું બેસ્ટ ફીચર છે. સ્ક્રીનની નીચે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે, અલ્ટ્રાસોનિક નહીં, પરંતુ તમે ભાગ્યે જ તમને તેમાં તફાવત દેખાશે. આ મોડેલમાં સ્ક્રીન યુઝર્સને મોહિત કરવા માટે પૂરતી છે. સેમસંગે અગાઉના મોડેલની સમકક્ષમાં સ્પેસિફિકેશન્સને બમ્પ અપ કર્યું હતું. આ ડિવાઈસમાં Widevine L1 support, જે યુઝર્સને OTT એપ્લિકેશન્સ પર FHD + કન્ટેન્ટ પ્લે કરવાની સુવિધા આપે છે અને તમારા વ્યુ એક્સપિરિયન્સને વધુ પડતો સારો બનાવે છે. જોકે, સેમસંગ Dolby Atmos સપોર્ટનું વચન આપે છે, પરંતુ સ્પીકર્સ તેના ડેપ્થ અથવા વોલ્યુમ પૂરતો ન્યાય આપી શકે તેવી ક્ષમતા ધરાવતા નથી. આ એક એવું પાસું હતું, જેને છેલ્લા વેરિએન્ટથી સુધારણાની ઘણી જરૂર હતી, પરંતુ દુર્ભાગ્યે આ અંગે હજુ કંઈ ખાસ ધ્યાન આપવામાં આવ્યું નથી.

કેમેરા
મિડ-સેગમેન્ટ ફોનમાં ઘણીવાર કેમેરાની નીચી કામગીરી અને તેમના ફ્લેગશિપ સાથીદારોની તુલનામાં ગુણવત્તામાં ઘટાડો જોવા મળે છે. સેમસંગે ગયા વર્ષે A-72 સાથે આ કોન્સેપ્ટને અપનાવ્યો હતો અને હવે તેણે ફરીથી A-73 સાથે કર્યો છે. ફોનમાં એક શ્રેષ્ઠ બેક કેમેરો અને અપગ્રેડેડ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. પિક્સેલ્સની વાત બાજુએ રાખીએ તો, FE મોડેલ્સની તુલનામાં પિક્ચર ક્વોલિટીમાં પણ સુધારો થયો છે. પિક્ચર્સ વધુ શાર્પ અને સ્મૂથ આવે છે અને કલર્સ પણ વધુ વાસ્તવિક છે. લો-લાઇટ પરફોર્મન્સ પહેલાંની જેમ જ ખરાબ છે. ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન પણ સંપૂર્ણ રીતે કામ કરી શકાયું નહોતું, પરંતુ આ રેન્જ માટે તે એક શ્રેષ્ઠ કેમેરા સેટઅપ છે, સમસ્યા સોફ્ટવેરની છે. ટોપ એન્ડ સેગમેન્ટમાં તમને ઘણી બધી સુવિધાઓ જોવા મળે છે, જેમકે પોટ્રેટ વીડિયો ફીચર A-73માંથી દૂર કરવામાં આવ્યું છે.

પ્રોસેસર અને બેટરી લાઈફ
અહીંથી જ સેમસંગનો ફોન નિરાશાજનક બની જાય છે. 778G એ નિઃશંકપણે એક સારું સ્નેપડ્રેગન પ્રોસેસર છે, પરંતુ આ કિંમતે કોઈપણ વ્યક્તિ 8 સિરીઝમાં કંઈક અપેક્ષા રાખશે. પ્રોસેસર રોજિંદા કાર્યો સિવાય લાઇટ ગેમિંગ માટે ખૂબ જ સારી કામગીરી કરે છે. Asphaltની ગેમ્સ તમે આ ફોનમાં ખૂબ જ સારી રીતે રમી શકો છો, પરંતુ જ્યારે Fortniteની વાત આવે છે ત્યારે તે એટલી સરળતાથી રમી શકાતી નથી. અહીં એકંદરે કડવો અનુભવ સહન કરવો પડ્યો. બેટરી લાઇફ, ચિંતાનો વિષય નહોતો. 5000mAHની બેટરી લાઇફ સાથે સેમસંગે આ ફોનને બે દિવસ ચાલવાનો દાવો કર્યો છે. જો ફોનનો મીડીયમ યુઝ હશે તો તેને દોઢ દિવસ માટે આરામથી ચલાવી શકાશે. તમે 2 કલાક માટે GPSનો ઉપયોગ કરો છો, તો તમે આ ફોન એક દિવસ કરતાં પણ ઓછા સમય માટે યુઝ કરી શકો છો.