પ્રીમિયમ સ્માર્ટફોન:ગ્રાહકોને સેમસંગ ગેલેક્સી A52s 5G સ્માર્ટફોનમાં નવો મિન્ટ કલર ઓપ્શન મળશે, HDFCનાં કસ્ટમર્સને 6000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીડિયો કોલિંગ માટે તેમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળશે
  • ફોન 4500mAhની બેટરીથી સજ્જ છે

સેમસંગના ગ્રાહકો A52s 5G સ્માર્ટફોન નવા કલર ઓપ્શનમાં ખરીદી શકશે. કંપનીએ ઑસમ મિન્ટ કલર એડ કર્યો છે. સપ્ટેમ્બર મહિનામાં ત્રણ કલર ઓપ્શન ઑસમ પર્પલ, ઑસમ બ્લેક અને ઑસમ વ્હાઈટમાં લોન્ચ કર્યો હતો. હવે આ ફોન માટે ગ્રાહકોને ટોટલ 4 ઓપ્શન મળશે. આ ગેલેક્સી A સિરીઝનો પ્રીમિયમ સ્માર્ટફોન છે. આજકાલ મોબાઈલમાં ઈન્ટરનેટ સ્પીડ માટે સ્નેપડ્રેગન 750G SoCવાળું પ્રોસેસર ટ્રેન્ડિંગમાં છે. આ ફોનમાં પણ ક્વૉલકોમનું આ જ પ્રોસેસર મળશે. તેનાથી PUBG જેવી હેવી ગેમ સરળતાથી રમી શકાય છે. સેમસંગના ફોનમાં 8GBની રેમ અને 256GBનું સ્ટોરેજ છે.

સેમસંગ ગેલેક્સી A52s 5G પ્રાઈઝ, બેંક ઓફર
ઑસમ મિન્ટ કલર ઓપ્શન બે સ્ટોરેજ વેરિઅન્ટમાં ખરીદી શકાશે. તેના 8GB રેમ + 256GB સ્ટોરેજની કિંમત 37,999 રૂપિયા છે અને 6GB રેમ + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 35,999 રૂપિયા છે. HDFC બેંક ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને આ ફોનની ખરીદી પર 6000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

સેમસંગ ગેલેક્સી A52s 5G સ્માર્ટફોનનાં સ્પેસિફિકેશન
ડિસ્પ્લે: ફોન 6.5 ઇંચ ફુલ HD+ સુપર AMOLED ઈન્ફિનિટી ડિસ્પ્લે સાથે 120Hzનો રિફ્રેશ રેટ ધરાવે છે. તેમાં આંખોની સુરક્ષા માટે આઈ પ્રોટેક્શન ફીચર મળે છે.

કેમેરા: ફોન 64MP+12MP+5MP+5MPના રિઅર કેમેરા સેટઅપથી સજ્જ છે. આ ફોનમાં OIS સપોર્ટ મળશે. તેની મદદથી ચાલતાં પણ યુઝર હાઈ ક્લાસ ફોટોગ્રાફી કરી શકશે.
12MPનો અલ્ટ્રા વાઈડ કેમેરા દૂરના ઓબ્જેક્ટની ક્લિયર તસવીર કેપ્ચર કરશે. તેમાં એક જ ફ્રેમમાં 5થી 10 લોકોનો ફોટો લઈ શકાશે.
5MPનું ડેપ્થ સેન્સર રાતના અંધારામાં પણ ફોટો લેવામાં મદદ કરશે.
5MPનું મેક્રો શૂટર 1 ઈંચનાં અંતરેથી પણ ક્લિયર એન્ડ કટ ફોટોગ્રાફી કરશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળશે.

બેટરી: ફોન 4500mAhની બેટરીથી સજ્જ હશે. તેમાં સતત 2 મૂવી જોઈ શકાશે. કલાકો સુધી વીડિયો ગેમ રમી શકાશે. તેમાં 25 વોટનું ફાસ્ટ ચાર્જર મળશે.

કનેક્ટિવિટી: કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, બ્લુટૂથ, વાઈફાઈ, GPS/AGPS,3.5mmનો ઓડિયો જેક અને USB ટાઈપ સી પોર્ટ મળશે.

ફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપ્યું છે. ફોન ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ છે, આ માટે તેને IP67 સર્ટિફિકેટ આપ્યું છે.