તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેમસંગનો નવો 5G ફોન:64MP કેમેરાથી સજ્જ 'ગેલેક્સી A52 5G' ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે, ₹38,000 કિંમત હોઈ શકે છે

3 મહિનો પહેલા
  • અપકમિંગ 5G ફોનમાં 64MPનું 4 રિઅર કેમેરા સેટઅપ મળશે
  • ફોનની ડિસ્પ્લે આઈ પ્રોટેક્શન ફીચરથી સજ્જ હશે

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ ટૂંક સમયમાં તેનો ગેલેક્સી A52 5G સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. માર્ચ મહિનામાં ફોન યુરોપમાં લોન્ચ થઈ ચૂક્યો છે. આજકાલ મોબાઈલમાં ઈન્ટરનેટ સ્પીડ માટે સ્નેપડ્રેગન 750G SoCવાળું પ્રોસેસર ટ્રેન્ડિંગમાં છે. આ ફોનમાં પણ ક્વૉલકોમનું આ જ પ્રોસેસર મળશે. તેનાથી PUBG જેવી હેવી ગેમ સરળતાથી રમી શકાય છે. એક જ ફોનના ઘણા ફીચર યુઝ કરી શકાય છે. સેમસંગના અપકમિંગ ફોનમાં 8GBની રેમ અને 256GBનું સ્ટોરેજ મળશે. લોન્ચિંગ પહેલાં જ ફોન વેબસાઈટ પર લિસ્ટ થયો છે. તેના પરથી કહી શકાય કે ટૂંક સમયમાં ફોનનું લોન્ચિંગ થશે.

સેમસંગ ગેલેક્સી A52 5Gની કિંમત (સંભવિત)
સેમસંગ ગેલેક્સી A52 સો પ્રથમ યુરોપમાં લોન્ચ થયો છે. યુરોપમાં તેની કિંમત 429 યુરો (આશરે 38,000 રૂપિયા) છે. ભારતમાં ફોનની કિંમત વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. ફોનનાં બ્લૂ, વ્હાઈટ અને બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.

સ્પેસિફિકેશન

ડિસ્પ્લે: ફોન ફુલ HD+ સુપર AMOLED ઈન્ફિનિટી ડિસ્પ્લે સાથે 120Hzનો રિફ્રેશ રેટ ધરાવશે. તેમાં આંખોની સુરક્ષા માટે આઈ પ્રોટેક્શન ફીચર મળે છે.

કેમેરા: ફોન 64MP+12MP+5MP+5MPના રિઅર કેમેરા સેટઅપથી સજ્જ હશે. આ ફોનમાં OIS સપોર્ટ મળશે. તેની મદદથી ચાલતાં પણ યુઝર હાઈ ક્લાસ ફોટોગ્રાફી કરી શકશે.
12MPનો અલ્ટ્રા વાઈડ કેમેરા દૂરના ઓબ્જેક્ટની ક્લિયર તસવીર કેપ્ચર કરશે. તેમાં એક જ ફ્રેમમાં 5થી 10 લોકોનો ફોટો લઈ શકાશે.
5MPનું ડેપ્થ સેન્સર રાતના અંધારામાં પણ ફોટો લેવામાં મદદ કરશે.
5MPનું મેક્રો શૂટર 1 ઈંચનાં અંતરેથી પણ ક્લિયર એન્ડ કટ ફોટોગ્રાફી કરશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળશે.

બેટરી: ફોન 4500mAhની બેટરીથી સજ્જ હશે. તેમાં સતત 2 મૂવી જોઈ શકાશે. કલાકો સુધી વીડિયો ગેમ રમી શકાશે. તેમાં 25 વોટનું ફાસ્ટ ચાર્જર મળશે.
કનેક્ટિવિટી: કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, બ્લુટૂથ, વાઈફાઈ, GPS/AGPS,3.5mmનો ઓડિયો જેક અને USB ટાઈપ સી પોર્ટ મળશે.