તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાઈસ કટ:સેમસંગે ‘ગેલેક્સી A31’ સ્માર્ટફોનની કિંમતમાં 2000 રૂપિયાનો ઘટાડો કર્યો, ફોનની નવી કિંમત ₹ 17,999

4 મહિનો પહેલા

ભારતમાં સેમસંગ ગેલેક્સી A31ની કિંમતમાં એકવાર ફરીથી ઘટાડો થયો છે. આ સ્માર્ટફોન એકમાત્ર 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે અને તેને આ વર્ષે જૂન મહિનામાં 21,999 રૂપિયાના પ્રાઈઝ ટેગ સાથે લોન્ચ કર્યો હતો. ત્યારથી આ ફોનની કિંમતમાં ઘણીવાર ઘટાડો થઈ ચૂક્યો છે. છેલ્લા ઘટાડા પછી તેની કિંમત 19,999 રૂપિયા હતી.

હવે સેમસંગે ગેલેક્સી A31ની કિંમતમાં ફરીથી ઘટાડો કર્યાની જાહેરાત કરી છે. ગ્રાહકો હવે આ ફોનને 17,999 રૂપિયામાં ખરીદી શકશે. તેમાં 48MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળે છે. ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને મીડિયાટેક પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં બેટરી 5000 mAhની છે.

ભારતમાં નવી કિંમત
કંપનીએ જાહેરાત કરી છે કે સેમસંગ ગેલેક્સી A31ના એકમાત્ર 6GB+128GB સ્ટોરેજ મોડલની કિંમત ઘટીને 17,999 રૂપિયા થઈ ગઈ છે. ફોન 2000 રૂપિયા સસ્તો થયો. આ ફોન પ્રિઝ્મ ક્રશ બ્લેક, પ્રિઝ્મ ક્રશ બ્લૂ અને પ્રિઝ્મ વ્હાઈટ કલર ઓપ્શનમાં અવેલેબલ છે.

નવી કિંમત સાથે આ ફોન એમેઝોન પર વેચાણ માટે અવેલેબલ છે. એમેઝોન ફ્રી ડિલિવરીની સુવિધા પણ ઓફર કરી રહ્યું છે. રિટેલ સ્ટોર, સેમસંગ ઓપેરા હાઉસ, સેમસંગ ડોટ કૉમ અને અન્ય ઓનલાઈન પોર્ટલ્સ પર નવી કિંમતે ફોન ખરીદી શકાશે.

‘ગેલેક્સી A31’નાં બેઝિક ફીચર

  • આ ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, WCDMA, GSM, 4G, 3G, 2G, વાઈફાઈ, બ્લુટૂથ 5.0, USB પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક મળશે.
  • ફોનમાં ઈન બિલ્ટ સેમસંગ પે, સેમસંગ હેલ્થ અને સેમસંગ Knoxની સુવિધા મળશે

‘ગેલેક્સી A31’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.4 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ sAMOLED ઈનફિનિટી-U

OS

એન્ડ્રોઈડ 10 વિથ One UI

પ્રોસેસર

ઓક્ટા કોર મીડિયાટેક હીલિયો P65

રિઅર કેમેરા

48MP + 8MP + 5MP + 5MP

ફ્રન્ટ કેમેરા

20MP

રેમ

6GB

સ્ટોરેજ

128GB એક્સપાન્ડેબલ 512GB

બેટરી

5000mAh વિથ 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ

વજન

185 ગ્રામ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો