તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ લોન્ચ:48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 6000mAhની બેટરીથી સજ્જ 'સેમસંગ ગેલેક્સી A22' સ્માર્ટફોન લોન્ચ થયો, કિંમત ₹18,499

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 13MPનો ફ્રન્ટ કેમેરા છે
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સ્કેનર મળે છે

સેમસંગ ગેલેક્સી A22 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. થોડા દિવસ પહેલાં જ ફોન સેમસંગ સ્ટોરમાં અવેલેબલ હતો. હવે કંપનીએ તેને ઓફિશિયલ લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેમસંગ ગેલેક્સી A22 સ્માર્ટફોનમાં 90Hzનો રિફ્રેશ રેટ ધરાવતી AMOLED ડિસ્પ્લે મળે છે. સાથે જ 15 વૉટનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે.

સેમસંગ ગેલેક્સી A22ની ભારતમાં કિંમત
સેમસંગ ગેલેક્સી A22 સ્માર્ટફોનની કિંમત ભારતમાં 18,499 રૂપિયા છે. આ કિંમત તેના 6GB+128GB વેરિઅન્ટની છે. આ ફોન બ્લેક અને મિન્ટ કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે.

ગેલેક્સી M32 કરતાં 3500 રૂપિયા મોંઘો
સેમસંગ ગેલેક્સી A22 સ્માર્ટફોનની ભારતીય કિંમત ગેલેક્સી M32ની 14,999 રૂપિયા કરતાં 3500 રૂપિયા મોંઘી છે. બંને ફોનની સરખામણીએ કરીએ તો ગેલેક્સી A22નાં ફીચર્સ અપગ્રેડેડ છે. તેમાં 6000mAhની બેટરી અને રિઅર કેમેરાના પિક્સલ વધારવામાં આવ્યા છે.

સેમસંગ ગેલેક્સી A22નાં સ્પેસિફિકેશન
ડિસ્પ્લે: ફોનમાં 6.4 ઈંચની HD+ સુપર AMOLED ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 720x1,600 પિક્સલ છે. તેનો રિફ્રેશ રેટ 90Hz છે. ફોન ઓક્ટાકોર પ્રોસેસરથી સજ્જ છે.

કેમેરા: ફોટોગ્રાફી માટે ફોનમાં 48MP (પ્રાઈમરી કેમેરા)+ 8MP (અલ્ટ્રા વાઈડ કેમેરા)+ 2MP (ડેપ્થ સેન્સર) +2MP (મેક્રો લેન્સ)નું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 13MPનો ફ્રન્ટ કેમેરા છે.

સ્ટોરેજ: ફોનમાં 6GBની રેમ અને 128GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ છે. તેને માઈક્રો SD કાર્ડની મદદથી 1TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.

બેટરી: ફોન 6,000 mAhની બેટરીથી સજ્જ છે. તે 15 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે તેનાથી 4G નેટવર્ક પર 38 કલાકનું ટોક ટાઈમ મળશે.

કનેક્ટિવિટી: ફોનમાં 4G LTE, Wi-Fi, બ્લુટૂથ, GPS અને USB ટાઈપ-C પોર્ટ સહિતના કનેક્ટિવિટી ઓપ્શન મળે છે. સિક્યોરિટી માટે ફોનમાં વન સાઈડેડ ફિંગર પ્રિન્ટ સ્કેનર મળે છે. ફોન એન્ડ્રોઈડ 11 બેઝ્ડ One UI 3.1 કોર પર કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...