• Gujarati News
  • Utility
  • Gadgets
  • Samsung Galaxy A22 5G With Triple Rear Cameras, MediaTek Dimensity SoC Launched In India: Price, Specifications

ન્યૂ લોન્ચ:48MP પ્રાઈમરી કેમેરા અને 5,000mAhની બેટરીથી સજ્જ 'સેમસંગ ગલેક્સી A22 5G' લોન્ચ થયો, લોન્ચિંગ ઓફરમાં ₹1500નું કેશબેક મળશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે
  • 8GB+128GB વેરિઅન્ટની કિંમત 21,999 રૂપિયા છે

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે ભારતમા તેનો A સિરિઝનો લેટેસ્ટ સ્માર્ટફોન 'ગેલેક્સી A22 5G' લોન્ચ કર્યો છે. આ ફોન ટ્રિપલ રિઅર કેમેરાથી સજ્જ છે. 8GBની રેમ સાથે તે ડોલ્બી અટેમ્સ ઓડિયો સપોર્ટ કરે છે. ભારતીય માર્કેટમાં ફોનની ટક્કર રેડમી નોટ 10 પ્રો મેક્સ, રિયલમી X7 5G અને iQOO Z3થી થશે.

સેમસંગ ગેલેક્સી A22 5Gની કિંમત
આ સ્માર્ટફોનના 2 રેમ વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફોનનાં 6GB+128GB વેરિઅન્ટની કિંમત 19,999 રૂપિયા છે. 8GB+128GB વેરિઅન્ટની કિંમત 21,999 રૂપિયા છે. ફોનનાં ગ્રે, મિન્ટ અને વાયલેટ કલર વેરિઅન્ટ ખરીદી શકાશે. કંપનીએ ફોનનાં લોન્ચિંગ સાથે જ તેનો સેલ પણ શરૂ કર્યો છે. લોન્ચિંગ ઓફર હેઠળ કંપની HDFC બેંકના ગ્રાહકોને 1500 રૂપિયાનું કેશેબેક આપી રહી છે.

સેમસંગ ગેલેક્સી A22 5Gનાં સ્પેસિફિકેશન

  • ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ 11 બેઝ્ડ OneUI કોર 3.1 OS પર રન કરે છે. ફોનમાં 6.6 ઈંચની FHD+ ઈન્ફિનિટી V ડિસ્પ્લે મળે છે. તેનો રિફ્રેશ રેટ 90Hz છે.
  • તેમાં ઓક્ટાકોર મીડિયાટેક ડાયમેન્સિટી 700 પ્રોસેસર સાથે 8GBની રેમ મળે છે. ફોનમાં 128GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. મેમરી કાર્ડની મદદથી 1TB સુધી તેને એક્સપાન્ડ કરી શકાય છે.
  • સ્માર્ટફોનમાં 48MP+5MP+2MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો કેમેરા છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, Wi-Fi, બ્લુટૂથ, GPS/ A-GPS અને USB Type-C પોર્ટ મળે છે. ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર પણ મળે છે.
  • ફોન 5,000mAhની બેટરીથી સજ્જ છે. તે 15 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોનનું ડાયમેન્શન 167.2x76.4x9mm અને વજન 203 ગ્રામ છે.