તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Samsung Galaxy A12 Price; Samsung Galaxy A12 With Quad Rear Cameras, 5000mAh Battery Launched In India: Price, Specifications

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ સ્માર્ટફોન:સેમસંગનો સસ્તો સ્માર્ટફોન ગેલેક્સી A12 લોન્ચ, 48MPનો ક્વૉડ કેમેરા સેટઅપ મળશે, કિંમત અને ફીચર્સ જાણો

14 દિવસ પહેલા

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ ગેલેક્સીએ A12 સ્માર્ટફોન ભારતમાં ગેલેક્સી A-સિરીઝનાં લેટેસ્ટ મોડલ તરીકે લોન્ચ કર્યો છે. ભારતમાં ફોનનાં બે વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. તેમાં ચાર રિઅર કેમેરા, 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને 128GB સુધી ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે. ફોનમાં વોટરડ્રોપ સ્ટાઈલ ડિસ્પ્લે ડિઝાઇન આપી છે. તેમાં ત્રણ કલર ઓપશન છે. કંપની નવેમ્બર, 2020માં ફોન યુરોપિયન માર્કેટમાં ગેલેક્સી A02s સાથે લોન્ચ કરી ચૂકી છે.

ભારતમાં કિંમત અને ઓફર્સ

  • ફોનનાં 2 વેરિઅન્ટ લોન્ચ થયાં છે. તેનાં 4GB+64GB બેઝિક વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા છે. 4GB+128GBનાં ટોપ વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા છે.
  • બંને ફોન બ્લેક, બ્લૂ અને વ્હાઇટ કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે. ફોનનું વેચાણ 17 ફેબ્રુઆરીથી શરૂ થશે. તેની ખરીદી ફ્લિપકાર્ટ, કંપનીના ઓનલાઈન સ્ટોર સિવાય રિલાયન્સ ડિજિટલ, જિયો રિટેલ સ્ટોર સહિત સિલેક્ટેડ રિટેલ સ્ટોર પરથી કરી શકાશે.
  • લોન્ચ ઓફર હેઠળ જિયો ગ્રાહકોને ઇન્સ્ટન્ટ 3 હજાર રૂપિયાનું કેશબેક આપવામાં આવશે. તેમના 349 રૂપિયાનું રિચાર્જ મળશે. આ ઉપરાંત 4 હજાર રૂપિયાનું શોપિંગ વાઉચર પણ મળશે. આ ઓફર માત્ર નવા અને હાલનાં જિયો ગ્રાહકો માટે લાગુ છે.
  • VIના ગ્રાહકોને ડબલ ડેટા બેનિફિટ્સ મળશે. તે 299 રૂપિયાના પ્રથમ ત્રણ મહિના અને પ્રથમ ત્રણ રિચાર્જ પર લાગુ થશે. ફોન ઝીરો ડાઉન પેમેન્ટ EMI ઓફરની સાથે પણ અવેલેબલ હશે.

સેમસંગ ગેલેક્સી A12નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ6.5 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+(720x1,600 ડિસ્પ્લે),ઈન્ફિનિટી V ડિસ્પ્લે

OSએન્ડ્રોઈડ 10
પ્રોસેસરઓક્ટાકોર મીડિયા ટેક હીલિયો P35
રિઅર કેમેરા48MP+5MP+2MP+2MP
ફ્રન્ટ કેમેરા8MP
રેમ4GB
સ્ટોરેજ64GB/128GB
બેટરી5000mAh વિથ 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ એન્ડ રિવર્સ ચાર્જિંગ​​​​​​​​​​​​​​
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો