• Gujarati News
  • Utility
  • Gadgets
  • Samsung Electronics Uploaded 1GB Of Data On 5G Network In 10 Seconds, 2 HD Movie Will Be Uploaded In Just 10 Seconds

સુપરફાસ્ટ સ્પીડ:સેમસંગ ઈલેક્ટ્રોનિક્સે 5G નેટવર્ક પર 10 સેકન્ડમાં 1GB ડેટા અપલોડ કર્યો, 2 HD મૂવી માત્ર 10 સેકન્ડમાં અપલોડ થશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેમસંગે ક્વૉલકોમ સાથે મળી અમેરિકાના ટેક્સાસના પ્લાનમાં 5G ટેસ્ટિંગ કર્યું
  • ટેસ્ટિંગમાં કેરિયર એગ્રિગ્રેશન ટેક્નોલોજી ઉપયોગ કરાઈ

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ ઈલેક્ટ્રોનિક્સે 5G મોબાઈલ કમ્યુનિકેશન ટેક્નોલોજીની મદદથી અપલોડ સ્પીડનો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ જણાવ્યું કે મોબાઈલ કરિયર વેરિઝોન અને ટેલિકમ્યુનિકેશન ટેક્નોલોજી કંપની ક્વૉલકોમ સાથે મળી અમેરિકાના ટેક્સાસના પ્લાનમાં 5G ટેસ્ટિંગ દરમિયાન તેણે 711Mbpsની અપલોડ સ્પીડ મેળવી છે.

આ અપલોડિંગ સ્પીડ એટલી ફાસ્ટ હતી કે માત્ર 10 સેકન્ડમાં 1GBની ફાઈલ અપલોડ થઈ ગઈ. તમને જાણીને નવાઈ લાગશે આ સ્પીડનો તો ડાઉનલોડિંગનો પણ રેકોર્ડ નથી. તે હાલની ડાઉનલોડ સ્પીડની સરખામણીએ બમણી છે. આટલી ફાસ્ટ અપલોડિંગ સ્પીડથી આગામી સમયમાં બ્લોગર, યુટ્યુબર અને વીડિયો કન્ટેન્ટ અપલોડ કરનારા યુઝર્સને ફાયદો મળશે.

ટેક્નોલોજીથી અપલોડ બેન્ડવિથ સ્પીડ વધારી
આ ટેસ્ટિંગ દરમિયાન કેરિયર એગ્રિગ્રેશન ટેક્નોલોજી લાગુ કરાઈ, તેમાં 200MHzની હાલની અપલોડ બેન્ડવિશ બમણી કરાઈ છે. આ બેન્ડવિથ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના mm વેવ કોમ્પેક્ટ મેક્રો ડિવાઈસમાં 1થી વધારે આવૃત્તિ બેન્ડનો ઉપયોગ કરે છે અને MIMO (મલ્ટિપલ ઈન્પુટ અને મલ્ટિપલ આઉટપુટ) લાગુ કરી ફાસ્ટ અપલોડિંગ પ્રોસેસ કરે છે.

સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના જણાવ્યા પ્રમાણે, આ ટેક્નોલોજી હાઈ ક્વોલિટી વીડિયો ક્લાઉડ અને SNS (સોશિયલ નેટવર્કિંગ સર્વિસ) પર ગમે ત્યારે અને ગમે ત્યાં અપલડ કરવા માટે સક્ષમ બનાવે છે.

10 સેકન્ડમાં અધધધ 1GB ડેટા અપલોડ
આટલી મોટી સાઈઝની લેન્થ આપણે ફિલ્મના ઉદાહરણથી સમજીએ. એક AVI ફોર્મેટમાં 2 કલાકની FHD મૂવી હોય તો તેની સાઈઝ 1GB હોઈ શકે છે. જો તે MP4 ફોર્મેટમાં હોય તો તેની સાઈઝ 700થી 800MB હોઈ શકે છે. MKV ફોર્મેટમાં સાઈઝ ઘટી 500MBની થઈ જાય છે. અર્થાત આ સ્પીડમાં તમે MKV ફોર્મેટની 2 HD ફિલ્મ અપલોડ કરી શકો છો.

વોડાફોન-આઈડિયાનો રેકોર્ડ
Viએ ડાઉનલોડ સ્પીડમાં જિયોની સ્પીડનો રેકોર્ડ તોડી 3.7 1Gbpsની પીક સ્પીડનો નવો રેકોર્ડ બનાવ્યો છે. ગાંધીનગર અને પુણેમાં થયેલા મિડ બેન્ડ સ્પેક્ટ્રમના ટ્રાયલમાં આટલી બધી સ્પીડ મળી છે. વોડાફોન આઈડિયાને ટેલિકોમ ડિપાર્ટમેન્ટે 26 ગીગાહર્ટ્ઝની હાઈ ફ્રીક્વન્સીના બેન્ડ આપ્યા હતા. સાથે જ 5G ટ્રાયલ માટે 305 ગીગાહર્ટ્ઝના ટ્રેડિશનલ સ્પેક્ટ્રમ બેન્ડ પણ અલોટ કર્યા છે.

દુનિયાની ફાસ્ટેસ્ટ 5G ડાઉનલોડ સ્પીડ (Mbpsમાં)

દેશ5G ડાઉનલોડ સ્પીડ4G ડાઉનલોડ સ્પીડ
સાઉદી અરબ377.230.1
સાઉથ કોરિયા336.160.5
ઓસ્ટ્રેલિયા215.843.1
તાઈવાન211.832.9
સ્પેન201.128.6

377.2 Mbpsની સ્પીડમાં 1 સેકન્ડમાં 377.2 MB ડેટા ડાઉનલોડ કરી શકાય છે. આ સ્પીડમાં 1GBની મૂવી આંખના પલકારે 3 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...