ન્યૂ સર્વિસ:સેમસંગ 2020 સ્માર્ટ ટીવી લાઈનઅપમાં મળશે ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ, ઝડપથી ઘણા ફીચર્સ એક્સેસ કરી શકાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સેમસંગ પાસે પહેલાંથી જ બિક્સબી અને એમેઝોન એલેક્સા સપોર્ટ કરે છે
  • કોઈ પણ વધારાના હાર્ડવેર વગર અસિસ્ટન્ટનો સપોર્ટ આપવામાં આવશે

સેમસંગ હવે તેનાં 2020 સ્માર્ટ ટીવી લાઈનઅપ માટે ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ લાવી રહી છે. તાજેતરમાં સાઉથ કોરિયન ઈલેક્ટ્રોનિક્સ જાયન્ટે જાહેરાત કરી છે કે, સ્માર્ટ ટીવીના તમામ 2020 લાઈનઅપ હવે ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ કરશે. તે અવાજનાં માધ્યમથી સ્માર્ટ હોમ કન્ટ્રોલ, વેબ સર્ચ અને એપ્સ સુધી ફાસ્ટ એક્સેસ પ્રદાન કરશે. સેમસંગ પાસે પહેલાંથી બિક્સબી વોઈસ અસિસ્ટન્ટ અને એમેઝોન એલેક્સા સપોર્ટ છે.

સેમસંગ ઈલેક્ટ્રોનિક્સમાં વિઝ્યુલ ડિસ્પ્લે બિઝનેસ સિલાઈન હૈને કહ્યું કે, વર્ષ 2018માં બિક્સબીના લોન્ચ થયા બાદ આપણા સ્માર્ટ ટીવી પર વોઈસ અસિસ્ટન્ટનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. ગૂગલ અસિસ્ટન્ટ અને એમેઝોન એલેક્સાએ હવે સપોર્ટ કર્યો છે, અમે અમારા ગ્રાહકોને તેમના સ્માર્ટ ટીવી વિશે વધારે સવાલો કરવા માટે આમંત્રિત કરી રહ્યા છે.

કંપનીએ સ્માર્ટ ટીવી લાઈનઅપનું પણ એલાન કર્યું છે, જેમાં ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ મળવાનો છે. કંપનીએ જણાવ્યું કે, 2020 4K અને 8K QLED ટીવી, ક્રિસ્ટલ UHD ટીવી, ધ ફ્રેમ ટીવી લાઈનઅપ, ધ સીરિફ, ધ સીરો અને ધ ટેરેસ કોઈ પણ એક્સ્ટ્રા હાર્ડવેર વગર અસિસ્ટન્ટનો સપોર્ટ પ્રાપ્ત કરી શકશે.

કંપનીએ જણાવ્યું કે, શરૂઆતમાં ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટાલીના યુઝર્સના ટીવીમાં આજથી મળવાનું શરૂ થશે. આ વર્ષના અંત સુધીમાં 12 અને દેશોમાં રોલ આઉટ થશે.

અન્ય સમાચારો પણ છે...