તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નુક્સાન:ચીન અને ભારતની ટક્કરમાં શાઓમીને નુક્સાન થયું; સ્માર્ટફોન માર્કેટમાં શાઓમીને હરાવી સેમસંગ લીડર બની

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્માર્ટફોન માર્કેટમાં સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ હવે નંબર 1 પર પહોંચી
  • ચીન વિરોધી સેન્ટિમેન્ટ્સનો સેમસંગને ફાયદો થયો
  • ઓગસ્ટ 2020ના ડેટા પ્રમાણે, સેમસંગનો ગ્લોબલ માર્કેટ શેર 22%એ પહોંચ્યો

ભારત અને ચીન સીમા પર ભારતીય સૈનિકો સાથે થયેલા વ્યવહારને લીધે ચીન અને ચાઈનીઝ સામાન માટે ગુસ્સો છે. હવે તેની કિંમત ચીનને ચૂકવવી પડી રહી છે. કાઉન્ટર પોઈન્ટના રિપોર્ટ પ્રમાણે, સ્માર્ટફોન માર્કેટમાં લીડરનો ક્રાઉન શાઓમીથી હટીને સેમસંગને શિરે ચઢ્યો છે. સ્માર્ટફોન માર્કેટમાં સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ હવે નંબર 1 પર પહોંચી છે.

ચીન વિરોધી સેન્ટિમેન્ટનો ફાયદો મળ્યો?
જૂન મહિનામાં સેના વચ્ચે થયેલી ઝડપ બાદ લોકોમાં ચીન વિરોધી જ્વાળાઓ જાગી હતી. આખા દેશમાં એન્ટિ ચાઈના સેન્ટિમેન્ટ મજબૂત બન્યા હતા. તેવામાં સેમસંગ સહિતની અનેક બ્રાન્ડ જે ચાઈનીઝ નથી તેમને ફાયદો થયો છે.

સેમસંગે ગ્લોબલી હુવાવેને પાછળ છોડી
રિપોર્ટ પ્રમાણે, સેમસંગે હવે ગ્લોબલ માર્કેટમાં પણ ચાઈનીઝ બ્રાન્ડ હુવાવેને ટક્કર આપી છે. ઓગસ્ટ 2020ના ડેટા પ્રમાણે, સેમસંગનો ગ્લોબલ માર્કેટ શેર 22%એ પહોંચ્યો છે. એપ્રિલ 2020 સુધી સેમસંગનો માર્કેટ શેર 20% હતો. ગત 6 મહિનામાં આ ફેરફાર આવ્યો છે. હુવાવેની વાત કરવામાં આવે તો ઓગસ્ટ 2020માં તેનો માર્કેટ શેર ઘટીને 16% થયો હતો. એપ્રિલ 2020માં તેનો માર્કેટ શેર 21% હતો.

એપલને નુક્સાન થયું
એપલે મંગળવારે તેનો પ્રથમ 5G આઈફોન લોન્ચ કર્યો હતો. ઈવેન્ટના 1 દિવસ પહેલાં જ અમેરિકન શેર માર્કેટમાં કંપનીના શેર 4% નીચે ગગળ્યા હતા. કંપનીની વેલ્યૂએશન 81 બિલિયન ડોલર (આશરે 5.94 લાખ કરોડ રૂપિયા) ઓછી થઈ છે. જોકે માર્કેટ બંધ થાય ત્યાં સુધીમાં શેરે રિકવરી લીધી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો