તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ પ્રોડક્ટ:સેમસંગ અને મીડિયાટેકે ડેવલપ કર્યું દુનિયાનું પ્રથમ Wi-Fi 6E 8K ટીવી, કોઈ પણ બાધા વગર સ્ટ્રીમિંગ અને ગેમિંગની મજા માણી શકાશે

6 દિવસ પહેલા
  • વાઈફાઈ 6Eને 6Hz સ્પેક્ટ્રમમાં કોઈ બેન્ડવિથ વગર ઉપયોગ કરવા માટે ડિઝાઈન કરાયું છે
  • સેમસંગ 8K QLED TV ટીવી મીડિયાટેક MT7921AUથી પાવર્ડ છે

મીડિયાટેક અને સેમસંગે દુનિયાનું પ્રથમ વાઈફાઈ 6E અનેબલ 8K QLED ટીવી રજૂ કર્યું છે. આ ફ્લેગશિપ મોડેલને સેમસંગ 8K QLED Y21 નામ અપાયું છે.

વાઈફાઈ 6Eને 6Hz સ્પેક્ટ્રમમાં કોઈ બેન્ડવિથ વગર ઉપયોગ કરવા માટે ડિઝાઈન કરાયું છે. તે જૂની વાઈફાઈ જનરેશનની સરખામણીએ ઘણી બધાં ફીચર્સથી સજ્જ છે. તેમાં ઝડપી મલ્ટિ ગીગાબિટ ડેટા થ્રુપુટ, લોઅર લેટન્સી અને લેટેસ્ટ સિક્યોરિટી એન્ડ કનેક્શન રિલેબિલિટી ફીચર્સ મળશે.

આ ટીવી સેમસંગના ટીવી માર્કેટને વેગ આપશે
મીડિયાટેક કોર્પોરેટમાં ઈન્ટેલિજન્સ ડિવાઈસ બિઝનેસ ગ્રુપના સીનિયર પ્રસિડન્ટ અને જનરલ મેનેજર, જેરી યુએ જણાવ્યું કે, અમારી એડવાન્સ કનેક્ટિવિટી ટેક્નોલોજી જે વાઈફાઈ 6 સપોર્ટ કરે છે તેને સેમસંગ 8K ટીવીમાં આપવાના છીએ. તે પ્રીમિયમ સ્માર્ટ ટીવી સેગમેન્ટને દુનિયાભરમાં આગળ વધારશે. સેમસંગ અને અમારા કરારથી કન્ઝ્યુમરને લેટેસ્ટ સ્માર્ટ ટીવી ટેક્નોલોજી મળશે.

એડવાન્સ કનેક્ટિવિટી સપોર્ટ કરશે
સેમસંગ 8K QLED TV ટીવી મીડિયાટેક MT7921AUથી પાવર્ડ છે. તે વાઈફાઈ 6E અને બ્લુટૂથ 5.2ને સિંગલ હાઈલી ઈન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ પર સપોર્ટ કરે છે.

કન્ઝ્યુમરને દરેક પ્લેટફોર્મ પર વધારે સ્પીડ જોઈએ છે
1.2Gbpsની સ્પીડ સાથે કન્ઝ્યુમરને કોઈ પણ અવરોધ વગર સ્ટ્રીમિંગ અને ગેમિંગની મજા આપી શકાય છે. કન્ઝ્યુમરને વધારે સ્પીડ, રિલાઈબલ કનેક્ટિવિટી જોઈતી હોય છે. ભલે તે ગેમ રમી રહ્યા હોય કે પછી ટીવી પર સ્ટ્રીમિંગ કરી રહ્યા હોય.

મીડિયાટેક વાઈફાઈ અલાયન્સ સાથે મળી કામ કરે છે. તે એ સુનિશ્ચિત કરવા માગે છે કે તેની કનેક્ટિવિટી પોર્ટફોલિયો વાઈફાઈ 6E જેવા લેટેટ્સ વાઈફાઈ સુવિધાઓનું સમર્થન કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો