તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Sales Will Be Up To 45% In The Next One Year, Companies Like Samsung And Apple Are Using Them In Their Smartphones

રિપોર્ટ:વર્ષ 2022 સુધી OLED ડિસ્પ્લેવાળા સ્માર્ટફોનનું 45% સુધી વેચાણ થશે, સેમસંગ અને એપલ જેવી કંપની પોતાના સ્માર્ટફોનમાં આ જ ડિસ્પ્લે વાપરે છે

3 મહિનો પહેલા

વર્ષ 2022 સુધી જેટલા પણ સ્માર્ટફોનનું વેચાણ થશે તે OLED ડિસ્પ્લેવાળા સ્માર્ટફોન હશે. આ દાવો ટ્રેન્ડ ફોર્સના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. તે મુજબ, OLED (ઓર્ગેનિક લાઈટ એમિટિંગ ડાયોડ) ડિસ્પ્લે ધરાવતા સ્માર્ટફોન પોપ્યુલર થયા છે. રિપોર્ટ પ્રમાણે, OLED ડિસ્પ્લે ફીચર પેન્લ્સનો 2021 સુધી 39.8% સેલ થયો છે. તો 2020 સુધી 45% સુધી તેનું વેચાણ થાય તેવું અનુમાન છે.

એપલ અને સેમસંગ કંપનીઓમાં OLED ડિસ્પ્લેની માગ
રિસર્ચ એનાલિસિસ કરતી કંપનીએ કહ્યું કે, સ્માર્ટફોન બનાવનાર મોટી કંપનીઓ જેમ કે એપલ અને સેમસંગ મોટા પાયે AMOLED અને OLED ડિસ્પ્લે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. આ જ કારણે તેના માર્કેટ શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. OLED પેનલ માટે ડિસ્પ્લે ડ્રાઈવર ICની માગ વધી છે. તેની ડિમાન્ડ પ્રમાણે સપ્લાય કરવાનું મુશ્કેલ થઈ રહ્યું છે.

OLEDની ચિપ મોટી હોય છે
રિપોર્ટ પ્રમાણે, OLEDનું ચિપસેટ અન્ય કરતાં વધારે મોટું હોય છે. તેથી તે લિમિટેડ માત્રામાં અવેલેબલ હોય છે. મોટા ભાગના ડિસ્પ્લે ડ્રાઈવર IC માટે 40થી 28 નેનોમીટરની સ્પેસ લે છે. હાલ માત્ર TSMC (તાઈવાન સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ), સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ, UMC અને ગ્લોબલ ફાઉન્ડરીઝ OLED પેનલના IC ડિસ્પ્લે ડ્રાઈવર બનાવે છે.

OLED ડિસ્પ્લેવાળા ટોપ-5 સ્માર્ટફોન

  • સેમસંગ ગેલેક્સી A20 (11,490 રૂપિયા)
  • શાઓમી રેડમી નોટ 10 (12,999 રૂપિયા)
  • રિયલમી 8 (14,990 રૂપિયા)
  • સેમસંગ ગેલેક્સી F41 (14,999 રૂપિયા)
  • ઓપ્પો F17 પ્રો (18,499 રૂપિયા)
અન્ય સમાચારો પણ છે...