તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Sales Of 'iPhone SE (2020)' In India Will Start On Flipkart On May 20, HDFC Bank Customers Will Get A Discount Of Rs 3,600

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્ફર્મ:ભારતમાં ‘આઈફોન SE (2020)’નું વેચાણ ફ્લિપકાર્ટ પર 20મે એ શરૂ થશે, HDFC બેંકના ગ્રાહકોને 3600 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે

9 મહિનો પહેલા
 • ફ્લિપકાર્ટ પર ટીઝર પેજ રિલીઝ કરવામાં આવ્યું
 • આઈફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 42,500 રૂપિયા છે, ડિસ્કાઉન્ટ અંતર્ગત 38,900 રૂપિયામાં ખરીદી કરી શકાશે
 • ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ફોનની ડિલિવરી કરવામાં આવશે
 • ‘આઈફોન SE’માં 12MPનો રિઅર અને 7MPનો ફ્રન્ટ કેમેરા મળશે
 • iOS 13 ઓપેરેટિંગ સિસ્ટમ અને A13 બાયોનિક પ્રોસેસર મળશે

ફાઈનલી એપલનાં ‘આઈફોન SE (2020)’નાં ભારતમાં વેચાણની તારીખ જાહેર થઈ છે. ફ્લિપકાર્ટ પર તેનું ટીઝર પેજ રિલીઝ કરવામાં આવ્યું છે. તે મુજબ ‘આઈફોન SE (2020)’નું વેચાણ ફ્લિપકાર્ટ પર 20મે એ શરૂ થશે. ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરવા પર HDFC બેંકના ગ્રાહકોને 3600 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ જોકે આ ડિસ્કાઉન્ટ બેઝિક વેરિઅન્ટ માટે જ છે કે તમામ વેરિઅન્ટ માટે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

ઓફર

આઈફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 42,500 રૂપિયા છે પરંતુ HDFC બેંકનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડ યુઝર તેની ખરીદી 38,900 રૂપિયામાં કરી શકશે. ગ્રાહકો સરળ EMIથી પણ ફોનની ખરીદી કરી શકશે.

ભારતમાં કિંમત અને વેરિઅન્ટ

64GB:  42,500 રૂપિયા

125GB: 47,800 રૂપિયા

256GB: 58,300 રૂપિયા

‘આઈફોન SE (2020)’નાં બેઝિક ફીચર્સ

 • ‘આઈફોન SE (2020)’માં પોટ્રેટ મોડ, HDR અને 4K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ મળશે.
 • સિક્યોરિટી માટે આઈફોનમાં ટચ આઈડી ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
 • આઈફોન વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આઈફોનની બેટરી 18વૉટના અડેપ્ટર સાથે 30 મિનિટમાં 50% ચાર્જ થાય છે.
 • તેને IP67 રેટિંગ મળ્યું છે અર્થાત આઈફોન 30 મિનિટ સુધી 1 મીટર ઊંડાઈ સુધી સ્પ્લેશ, વોટર અને ડસ્ટ રઝિસ્ટન્સ છે.
 • કનેક્ટિવિટી માટે આ આઈફોનમાં LTE, Siri7, બ્લુટૂથ 5.0, NFC, GPS/GNSS, Wi-Fi 6 અને USB પોર્ટ મળશે,
 • આઈફોન ડ્યુઅલ નેનો/ઈ-સિમ સપોર્ટ કરે છે.

‘આઈફોન SE (2020)’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

4.7 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

રેટિના HD (1344X750)

OS

iOS 13

પ્રોસેસર

A13 બાયોનિક

રિઅર કેમેરા

12MP

ફ્રન્ટ કેમેરા

7MP

સ્ટોરેજ

64GB/128GB/256GB

વજન

148 ગ્રામ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો