તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલ:સેમસંગ ‘ગેલેક્સી F62’નો સેલ શરૂ, 70% કિંમત આપી ફોનની ખરીદી કરો; જાણો ઓફર ડિટેલ

3 દિવસ પહેલા
  • ફોનનાં 6GB+128GB બેઝિક વેરિઅન્ટની કિંમત 23,999 રૂપિયા
  • ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 5%નું ડિસ્કાઉન્ટ મળશે

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગના લેટેસ્ટ સ્માર્ટફોન ‘ગેલેક્સી F62’નું ભારતમાં આજથી વેચાણ શરૂ થયું છે. કંપનીએ તેને અઠવાડિયાં પહેલાં લોન્ચ કર્યો હતો. ફોન પંચ હોલ ડિસ્પ્લે ડિઝાઈન અને ક્વૉડ રિઅર કેમેરા સેટઅપથી સજ્જ છે. તેની ખાસ વાત એ છે કે તેમાં 7000mAhની જમ્બો બેટરી મળે છે. ફોન ઓક્ટાકોર એક્સીનોસ 9825 પ્રોસેસરથ. ફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 23,999 રૂપિયા છે.

કિંમત અને ઓફર્સ

  • ફોનનાં 6GB+128GB બેઝિક વેરિઅન્ટની કિંમત 23,999 રૂપિયા છે. 8GB+128GBનાં ટોપ વેરિઅન્ટની કિંમત 25,999 રૂપિયા છે.
  • બંને ફોન લેઝર બ્લૂ, લેઝર ગ્રીન અને લેઝર ગ્રે કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે.
  • ફોનની ખરીદી ફ્લિપકાર્ટ, કંપનીના ઓનલાઈન સ્ટોર સિવાય રિલાયન્સ ડિજિટલ, જિયો રિટેલ સ્ટોર સહિત સિલેક્ટેડ રિટેલ સ્ટોર પરથી કરી શકાય છે.
  • ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 5%નું ડિસ્કાઉન્ટ મળશે. એક્સચેન્જ ઓફર હેઠળ કંપની 16,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
  • લોન્ચિંગ ઓફર હેઠળ, ગેલેક્સી F62ની ખરીદી પર જિયોના ગ્રાહકોને 3 હજાર રૂપિયાની રિચાર્જ ડિસ્કાઉન્ટ કૂપન અને 7 હજાર રૂપિયાની રિલાયન્સ પાર્ટનર બ્રાન્ડ કૂપન મળશે.
  • આ સિવાય ICICI બેંક ક્રેડિટ કાર્ડ અને EMI પર 2500 રૂપિયાનું કેશબેક પણ મળી રહ્યું છે.
  • ફોન ફ્લિપકાર્ટ સ્માર્ટ અપગ્રેડ પ્રોગ્રામ સાથે આવે છે તે હેઠળ ગ્રાહક ફોનની કિંમતની 70%ની ચૂકવણી કરી ગેલેક્સી F62નો લાભ મેળવી શકે છે. 1 વર્ષ પછી ગ્રાહકો નવાં ગેલેક્સી સિરીઝ સ્માર્ટફોનમાં અપગ્રેડ કરવા ડિવાઈસ રિટર્ન કરવાનો વિકલ્પ પંસદ કરી શકે છે. અથવા બાકી રહેલી 30% રકમની ચૂકવણી કરી આ ડિવાઈસ રાખી શકે છે.

સેમસંગ ગેલેક્સી F62નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ6.7 ઈંચ
ડિસ્પ્લે ટાઈપફુલ HD+ (1080X2400 પિક્સલ) સુપર AMOLED ઈન્ફિનિટી ઓ ડિસ્પ્લે
OSOneUI 3.1 બેઝ્ડ એન્ડ્રોઈડ 11
પ્રોસેસરએક્સીનોસ 9825 પ્રોસેસર
રિઅર કેમેરા64MP+12MP+5MP+5MP
ફ્રન્ટ કેમેરા32MP
રેમ ​​​​​​​6GB/8GB
સ્ટોરેજ ​​​​​​​128GB
બેટરી7000mAh વિથ 25 વૉટ ફાસ્ટ ચાર્જિંગ એન્ડ રિવર્સ ચાર્જિંગ​​​​​​​​​​​​​

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો