ટેક ગુરુ સાથે Tech Talk:ઘરની સાફ સફાઈ માટે રોબોટ વેક્યુમ ક્લીનર ખરીદવા જઈ રહ્યા છો, તો પહેલાં આ ટિપ્સ જાણી લો

અભિષેક તેલંગ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓટો ચાર્જ ફીચરવાળું વેક્યુમ ક્લીનર વધારે યુઝર ફ્રેન્ડલી સાબિત થાય છે

હાઈજીન મેન્ટેન કરવા માટે ઘરની સાફ સફાઈ કરવી જરૂરી છે, પરંતુ આપણે બધા એટલા બધા બિઝી થઈ ગયા છીએ કે આપણી પાસે તેનો સમય જ નથી રહેતો. ઘણી વાર ઘર ગંદું પડ્યું હોય તો એવો વિચાર આવે કે કોઈ બીજું આવે અને તમારું ઘર સાફ કરી દે. તમને પણ આવા વિચાર આવે છે તો તમે રોબોટ વેક્યુમ ક્લીનર વસાવી શકો છો. આ રોબોટ તમારા ઘરમાં કચરાપોતું કરી દેશે. તે પણ તમે કહેશો તેટલી વાર એ પણ કોઈ પગાર વગર. આ રોબોટ યોગ્ય રીતે કામ કરે તેના માટે તમારે આ બાબતોનું ધ્યાન રાખવું પડશે.

  • ક્લીનિંગ મોડ: વેક્યુમ ક્લીનર રોબો લેતાં પહેલાં જુઓ કે તેમાં કેટલા ક્લીનિંગ મોડ મળે છે. તેમાં ઓટો, શિડ્યુલ, સ્પોટ ક્લીનિંગ સહિતના મોડ હોય છે. એવો રોબોટ લો જે કચરો અને પોતું બંને મારી દે.
  • સાઈઝ જુઓ: તમારા ઘરના ફર્નીચરની ઊંચાઈ માપ્યા પછી રોબોટ નક્કી કરો. કારણ કે સાઈઝનો ઈશ્યુ હશે તો ક્લીનર તમારા ફર્નિચરની નીચે ઘુસીને સાફ સફાઈ નહિ કરી શકે.
  • ચાર્જિંગ: ફોનની જેમ રોબોટ વેક્યુમ ક્લીનરને પણ ચાર્જ કરવું પડે છે. જોકે માર્કેટમાં ઓટો ચાર્જ ફીચર સાથેના ક્લીનર પણ અવેલેબલ છે. ચાર્જિંગ પૂરું થતાં પહેલાં ક્લીનર ચાર્જિંગ ડોક પર અટેચ થઈ જાય છે અને રિચાર્જ થયા બાદ ફરી કામ કરવા લાગે છે.

સ્માર્ટ મેપિંગ અને એપ સપોર્ટ
રોબોટિક વેક્યુમ ક્લીનરમાં સ્માર્ટ મેપિંગ ફીચર હોય તે પણ જરૂરી છે. તેની મદદથી તે તમારા રૂમનો એક નક્શો બનાવી મૂવમેન્ટ્સ પ્રી પ્લાન કરી લે છે. તે પ્રમાણે તે તમારા રૂમની સાફ સફાઈ કરે છે. આ મોડને કારણે રોબોટ તમારા ફર્નિચર સાથે અથડાતું નથી.

રોબોટમાં એપ સપોર્ટ હોય તે જરૂરી છે. તેની મદદથી તમે ગમે તે સમયે રોબોટ સાથે કામ કરાવી શકો છો. તમે કોઈ ચોક્કસ જગ્યાએ સાફ સફાઈ કરાવા માટે રોબોટને ઓર્ડર આપી શકો છો.

અન્ય સમાચારો પણ છે...