• Gujarati News
  • Utility
  • Gadgets
  • Rising Costs Will Push Up Prices Of Electronics Products For The Fourth Time, With Prices Of ACs, Freezers And Coolers Going Up By 7% 10%.

મોંઘવારીનો માર:ખર્ચ વધવાથી ચોથીવાર ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સના ભાવ વધશે, એસી, ફ્રીઝ અને કૂલરના ભાવમાં 7%-10%નો વધારો થશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે એસી, ફ્રીઝ, કૂલર કે અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા હો તો તરત જ ખરીદી લો. કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ વધતા ખર્ચને જોતા કિંમતો વધારવાની તૈયારી કરી રહી છે. આગામી મહિનાઓમાં ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સના ભાવમાં 7%થી 10%નો વધારો થઈ શકે છે. વધતા ખર્ચને કારણે કંપનીઓએ બે વર્ષમાં ત્રણ વખત ભાવ વધાર્યા છે.

એલ્યુમિનિયમના ભાવ 2.80 લાખ રૂ./ટન પાર પહોંચ્યા
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ગ્લોબલ માર્કેટમાં કોપર અને એલ્યુમિનિયમના ભાવ ઊંચા સ્તરે ચાલી રહ્યા છે. એલ્યુમિનિયમની કિંમત જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 1.61 લાખ રૂપિયા/ટનના ભાવે વેચાતી હતી, તે હવે 2.80 લાખ રૂપિયા/ટન પર પહોંચી ગઈ છે. કોપરનો ભાવ પણ એક વર્ષમાં 5.93 લાખ રૂપિયા/ટનથી વધીને 7.72 લાખ રૂપિયા થઈ ગયો છે.

કંપનીઓ અત્યાર સુધી માર્જિન ઘટાડીને કામ કરતી હતી
કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સીસ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ એરિક બ્રાગાન્ઝાએ જણાવ્યું કે, છેલ્લાં બે વર્ષથી કોમોડિટીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2019ની તુલનામાં કંપનીઓએ ધીમે-ધીમે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સના ભાવમાં 15% સુધીનો વધારો કર્યો છે. હવે ફરી એકવાર ભાવ વધારાના કારણે ખર્ચમાં વધારો થયો છે. કંપનીઓ અત્યાર સુધી માર્જિન ઘટાડીને કામ કરતી હતી. પરંતુ હવે એવું કરવું શક્ય નથી. આવી સ્થિતિમાં કંપનીઓ કિંમતમાં 5%થી 7% સુધીનો વધારો કરી શકે છે.

તેમજ, ગોદરેજ અપ્લાયન્સીસના બિઝનેસ હેડ અને ઈવીપી કમલ નંદી કહે છે કેસ ઈનપુટ કોસ્ટ અને કિંમતોમાં 10% સુધીનો ગેપ આવી ગયો છે. તેથી કંપનીઓ આ ગેપને ભરવાનો પ્રયાસ કરશે અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સના ભાવમાં 10%નો વધારો થવો એ સ્વાભાવિક છે.

કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના ભાવ 3 કારણોથી વધશે

  • ત્રીજા લહેરના ફફડાટમાં ઘણી કંપનીઓએ જાન્યુઆરી સુધી પ્રોડક્શન વધાર્યું ન હતું. ડિમાન્ડની તુલનામાં સપ્લાય ઘટવાથી પણ ભાવ વધી શકે છે.
  • ક્રૂડના ભાવમાં વધારો થયો છે, તેના કારણે શિપિંગ ચાર્જ વધશે. આ સિવાય ક્રૂડ ઓઈલ પર સીધા નિર્ભર એવાં પ્લાસ્ટિક અને પેઇન્ટના ભાવ પણ વધશે.
  • કોરોનાના કારણે વિશ્વભરમાં મોંઘવારી વધી છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે એલ્યુમિનિયમ, કોપર, સ્ટીલના ભાવ રેકોર્ડ બ્રેક થઈ રહ્યા છે.

હોમ અપ્લાયન્સિસ, ઓરિએન્ટ ઈલેક્ટ્રિકના હેડ સલિલ કપૂરના જણાવ્યા અનુસાર, પ્લાસ્ટિક, કોપર, એલ્યુમિનિયમ જેવી ચીજવસ્તુઓની કિંમતો ઘણી વધારે છે. ક્રૂડના ભાવમાં વધારાને કારણે શિપિંગ ખર્ચ પણ વધશે. ત્રીજી લહેરના ભયથી પૂરતું પ્રોડક્શન ન થવાને કારણે સપ્લાયની સમસ્યા પણ સર્જાશે. આ કારણે કિંમતમાં 5% સુધીનો વધારો થઈ શકે છે.